Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ SOG અને LCB પોલીસે સીંગવડ ના હાંડી ગામેથી રૂપીયા 2.75 કરોડની કિંમતનો 2745 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી

  • સીંગવડના હાંડી ગામેથી 2.75 કરોડો નો ગાંજો ઝડપાયો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.22
દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકા ના હાંડી ગામેથી દાહોદ એલ.સી.બી. અને એસ.ઓ.જી સહીત ની ટીમે 3 ખેતર માથી 2.75 કરોડ ઉપરાંત નો ગાંજો ઝડપી પાડી પોલીસે 3 ખેતર ના માલીક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જિલ્લો બોર્ડર વિસ્તાર  મા આવતો હોવાથી અહી સહેલાઈ થી નશીલા પદાર્થ મળી રહેતા હોય છે દારૂ પણ મોટા પ્રમાણ મા મળી રહેતો હોય છે ત્યારે દાહોદ પોલીસે  ગાંજા ની ખેતી ઝડપી પાડી છે ,દાહોદ જિલ્લા ના સીંગવડ તાલુકા ના અગારા હાંડી ગામે પોલીસે ને બાતમી મળી હતી કે હાંડી ગામ ના મછાર ફળીયા મા રહેતા વિક્રમ નારસીંગ મછારે ખેતર મા કપાસ ની સાથે સાથે ગાંજા ની પણ ખેતી કરી છે જેને લઈ ને પોલીસે તપાસ હાથ ધરી હતી .જેમા પોલીસ ને ખેતર મા કપાસ ના પાક સાથે લીલા ગાંજા ના છોડ મળી આવ્યા હતા તેમજ પોલીસે તે ખેતરો ની પાસે આવેલા ખેતર મા પણ તપાસ કરતા હીમંત જોખના મછાર અને સરતન ભાઈ શાંતુભાઈ મછાર ના ખેતર મા પણ ગાંજા ના લીલા છોડ વિપુલ પ્રમાણ મા મળી આવ્યા હતા જેને લઈ ને પોલીસ પણ ચોંકી ઉઠી હતી .જેમા પોલીસે 3 ખેતર મા ઉગાડેલા 2318 છોડ જેનો કુલ વજન 2745 કીલો 400 ગ્રામ જેની કુલ કિંમત 2 કરોડ 74 લાખ 54 હજાર નો મોટા પ્રમાણ મા ગાંજો ઝડપી પાડયો હતો પોલીસ ની આ રેડ 32 કલાક ચાલી હતી ,આ રેડ દરમિયાન ગત વહેલી સવારે 06 વાગ્યા આજે સવારે 04 વાગ્યા સુધી રેડ ચાલી હતી ,ખેતર મા ઉગાડેલા ગાંજા ના છોડ ના કટીંગ માટે પોલીસે હોમગાર્ડ જવાનો નો સહારો પણ લીધો હતો.
સીંગવડ તાલુકા ના અગારા  હાંડી ગામ ના મછાર ફળીયા મા વિક્રમ નારસીંગ મછાર ના ખેતર માથી લીલા ગાંજા ના છોડ 588 નંગ જેનુ વજન 539 કીલો 400 ગ્રામ જેની કુલ કિંમત 53,94,000/- નો નશીલો (ગાંજો) ઝડપી પાડયો જ્યારે હીમંતભાઈ જોખનાભાઈ  મછાર ના ખેતર માથી ગાંજા ના લીલાછોડ 1340 નંગ જેનુ વજન 1890 કીલો 500 ગ્રામ છે જેની કુલ કિંમત-1 કરોડ 89 લાખ 05  હજાર જેટલી થઈ હતી.
જ્યારે  સરતનભાઈ શાંતુભાઈ મછાર ના ખેતર માથી લીલા ગાંજા ના છોડ 390 નંગ જેનુ કુલ વજન 315 કીલો 500 ગ્રામ જેની કુલ કિંમત 31 લાખ 55 હજાર નો વિપુલ પ્રમાણ ગાંજા નો જથ્થો ઝડપી પાડયો હતો
પોલીસે લીલા ગાંજા ના 2318 નંગ છોડ જેનો વજન 2745 કિલો 400 ગ્રામ જેની કુલ કિંમત 2 કરોડ 74 લાખ 54 હજાર નો જથ્થા સાથે ખેતર માલીક વિક્રમભાઈ નારસીંગભાઈ મછાર ,રહે ,હાંડી  મછાર ફળીયુ તા સીંગવડ ના ઓ ની ઘરપકડ કરી હતી જ્યારે અન્ય 2 ખેતર ના માલીક હીમંતભાઈ જોખના ભાઈ મછાર ,સરતનભાઈ શાંતુભાઈ મછાર ના ઓ પોલીસ ની રેડ જોઈ સ્થળ છોડી ભાગી ગયેલ જેને લઈ ને પોલીસે તમામ વિરૂદ્ધ NDPS ACT હેઠળ ગુનો નોંધી બન્ને ફરાર આરોપી ને પકડવાની તજવીજ હાથ ધરી હતી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
મયુર રાઠોડ
મેનેજીંગ એડિટર
Advertisement

સંબંધિત પોસ્ટ

દાહોદ શહેર સહિત જીલ્લામા રોડ નજીક ગેરકાયદેસર રીતે ધમધમતી નોનવેજની હાટડીઓ : તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની ઉઠી લોકમાંગ

Panchayat Samachar24

ફતેપુરા પોલીસે ગણતરીના દિવસોમા વાંદરીયા પુર્વ પ્રાથમીક શાળામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો: સગીર વયના એક આરોપી સહિત છ આરોપીઓની ચોરીના મુદામાલ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24

ફતેપુરા પોલીસે માસ્ક નહી પહેરનારા પાસેથી ૬ હજારનો દંડ જ્યારે ૧૧ હજાર દંડ વસુલી ૩ વાહનો મુક્ત કર્યા

ફતેપુરા તાલુકાની વાંદરીયા પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા: શાળાના રૂમનું તાળું તોડી રૂપિયા ૨૦૫૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર

Panchayat Samachar24

ધાનપુર તાલુકાના સજોઈ ગામના પટેલ ફળીયાના રહીશો કોતર ના ખાડાનુ બિનઆરોગ્યપદ પાણી પીવા મજબુર બન્યા: પિવાના પાણીની સુવિધા પુરી પાડવા સ્થાનિક રહીશોની માંગ

Panchayat Samachar24

પૂર્વ સરપંચ મનુભાઈ ભુરીયા ફરી એકવાર દુધિયા ગામના સરપંચ તરીકે બિનહરીફ જાહેર થવાની ચર્ચાઓ, પૂર્વ સરપંચના વિકાસલક્ષી કાર્યોના કારણે ગ્રામજનોમાં ઉત્સાહ, બિનહરીફ ચૂંટણીની અટકળો તેજ