આરોગ્ય વિભાગના કર્મચારીઓની ટીમો દ્વારા સર્વેની કામગીરી શરુ કરાઈ
શંકાસ્પદ ડેન્ગ્યુ ના કેસો ધરાવતા વિસ્તારોમાં ફોગીંગ કરવામા આવ્યુ
Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.27
સીંગવડ ગામમાં મચ્છર જન્ય બીમારીના કેસોમાં દિન પ્રતિદિન વધારો નોંધાતા આરોગ્ય વિભાગ હરકત મા આવ્યુ હતુ, અને છેલ્લા બે દિવસથી સીંગવડ ગામમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓની ટીમો દ્વારા શંકાસ્પદ વિસ્તારોમાં સર્વેની કામગીરી શરુ કરવામા આવી હતી, સમગ્ર સીંગવડમાં ફોગીંગની કામગીરી શરુ કરવામા આવી છે, જેના કારણે મચ્છર જન્ય રોગચાળો વધુ વકરતા અટકાવવાના પ્રયાસો આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામા આવ્યા છે.
દાહોદ જિલ્લાના સીંગવડ ગામમા છેલ્લા કેટલાક દિવસ થી વરસાદી વાતાવરણ ને કારણે શરદી-ખાસી, વાયરલ તાવ ના કેસોમાં વધારો થતાં સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યામા વધારો થયો હતો, જ્યારે વાયરલ તાવ સહીત ડેન્ગ્યુ ની બીમારીએ માથું ઉચકતા આજે સીંગવડ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતુ અને છેલ્લા બે દિવસથી સીંગવડ ગામમાં આરોગ્ય કેન્દ્રની ટીમોએ ધેર ધેર ફરી સર્વેની કામગીરી હાથ ધરી હતી, મચ્છર જન્ય બીમારી ડેન્ગ્યુ ને નાથવા સૌ પ્રથમ મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા અસરકારક કામગીરીને પ્રાથમિકતા આપી તાત્કાલિક કામગીરી શરુ કરી હતી, અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સીંગવડ ગામના ચુંદડી રોડ,પીપલોદ રોડ, નીચવાસ બજાર સહિત અનેક વિસ્તારોમા સર્વે સહીત ફોગીંગ ની કામગીરી શરુ કરાઈ હતી, સાથે નગરમા ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તે પણ ખુબ જ જરુરી હોવાનુ લોકો માની રહ્યા છે.