Panchayat Samachar24
Breaking News
તાજા સમાચાર રાષ્ટ્રીય

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

 • ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન
 • મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
 • ચાહકોમા શોકનો માહોલ છવાયો
 • કોરોના બાદ થયા હતા ન્યુમોનિયાથી સંક્રમિત
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.06
ભારત રત્ન કોકીલકંઠ ધરાવતા લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનના સમાચાર સામે આવતા જ દેશમાં ગમગીન વાતાવરણ ફેલાઈ ગયું છે. તેઓ કોરોના બાદ ન્યુમોનિયાથી સંક્રમિત હતા.  તેઓ છેલ્લા 28 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. ત્યા તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સારવાર દરમિયાન તેમને ઘણી વખત જનરલ વોર્ડ અને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં જ તેમને આઈસીયુમાંથી શિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે સવારથી તેમની તબિયત બગડવા લાગી હતી અને તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા. લતા મંગેશકર કોરોનાથી સંક્રમિત થયા બાદ અને ન્યુમોનિયા થયા બાદ 8 જાન્યુઆરીએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરની સારવાર કરી રહેલ પ્રતિત સમધાની અને તેમની ટીમ સ્વરા કોકિલાની તબિયત પર સતત નજર રાખી રહ્યા હતા, અને સતત તેમની સારવારમાં વ્યસ્ત હતા, લતા મંગેશકરની સારવાર કરી રહેલા ડૉ.પ્રિતિત સમદાનીએ સિંગરના સ્વાસ્થ્ય વિશે લેટેસ્ટ હેલ્થ અપડેટ આપતાં માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હાલમાં લતા દીની તબિયતમાં કોઈ સુધારો નથી. અમારી ટીમ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તે હજુ પણ ICUમાં વેન્ટિલેટર પર ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. આ પહેલા શનિવારે સાંજે તેણે કહ્યું હતું કે તેને આક્રમક ઉપચાર આપવામાં આવી રહ્યો હતો, જો કે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
લતાજીએ લગભગ બે વર્ષ સુધી ઘરેથી બહાર નીકળ્યા ન હતા. તેઓ ક્યારેક-ક્યારેક સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને સંદેશા આપતા હતા. વધતી જતી ઉંમર અને તબિયતને કારણે તેઓ પોતાના રૂમમાં જ વધુ સમય પસાર કરતા હતા. તેમના ઘરના સ્ટાફના એક મેમ્બરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 8 જાન્યુઆરીએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
92 વર્ષીય લતાજીએ 36 ભાષામાં 50 હજારથી વધુ ગીતો ગાયાં હતાં. એક હજારથી વધુ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો હતો. 1960થી 2000 સુધી લતા મંગેશકરનાં ગીત વગર ફિલ્મ અધૂરી માનવામાં આવતી હતી. તેમનો અવાજ ગીત હિટ જશે, તેવી ગેરંટી હતી. વર્ષ 2000 પછી તેમણે ગાવાનું ઓછું કરી નાખ્યું હતું. છેલ્લે તેમણે 2015માં આવેલી ફિલ્મ ‘ડોન્નો વાય’માં ગાયું હતું.
લતાજીને સંગીતની દુનિયામાં 80 વર્ષ થઈ ચૂક્યાં છે. આ દરમિયાન તેમણે 30 હજારથી વધુ ગીતો ગાયાં છે. 2001માં ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યાં હતાં. 1989માં તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી નવાજમાં આવ્યાં હતાં.
અડધા ગુજરાતણ છે લતા મંગેશકર…
હરીશ ભીમાણીએ તેમના પુસ્તક ‘In Search of Lata Mangeshkar’ માં લતા મંગેશકરના ગુજરાત સાથેના સબંધનો ઉલ્લેખ કર્યો છે. લતાજીના પિતા દીનાનાથ મંગેશકરે બે ગુજરાતી બહેનો સાથે લગ્ન કર્યા હતા અને લતા પોતાની નાની પાસેથી માતાજીના ગરબા શીખ્યા હતા. લતા મંગેશકરે ઘણા બધા ગુજરાતી ફિલ્મી ગીતોને પણ પોતાનો અવાજ આપ્યો છે.
લતા મંગેશકરના ગુજરાતી ગીતો…
 • દિકરી તો પારકી થાપણ કહેવાય
 • પાંડદુ લીલું ને રંગ રાતો
 • જા જા જારે જા..
 • નિંદરડી
 • આવી રસીલી ચાંદની
 • ઓ રુપરસીલી
 • કોઈ ગોતી દયો મારો રામ
 • કેસુડાનની વનની
 • ઓઢાજી મારા વાલાને
 • મહેંદી તે વાવી માલાવે
 • મને ઘેલી ઘેલી જોઈ
 • તને સાચવે પાર્વતી
 • એક રજકણ સૂરજ

સંબંધિત પોસ્ટ

દાહોદ – લીમખેડા હાઈવે રોડ પર દાંતિયાં ગામ નજીક ઉભેલી ટ્રકની પાછળ અન્ય એક ટ્રક ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત: ટ્રકમાં સવાર કંડકટરનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ: જયારે ડ્રાઇવર સહિત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં નવા 67 કોરોના પોઝિટિવ કેસ : ૩ ના મોત થી ખળભળાટ

Panchayat Samachar24

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને પાંચ કિલો મફત અનાજ આપશે: રેશનકાર્ડ ધારકને પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને એક કિલો દાળ મફત મળશે

Panchayat Samachar24

દાહોદ શહેરમાં સ્માર્ટસિટી અંતર્ગત મંથરગતિએ ચાલતા કામોના કારણે શહેરીજનો ત્રાહિમામ: શહેરના બિસ્માર રસ્તાઓ સહિતની અનેક સમસ્યાઓથી પીડાતા શહેરીજનો

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં વધતા કેસોને લઇ કલેક્ટરનો મહત્વનો નિર્ણય: વેપાર-ધંધો કરનારે કોરોના નેગેટીવ હોવાનું ટેસ્ટીંગ કાર્ડ સાથે રાખવાનું રહેશે : વેપારીઓ-દુકાનદારો-ફેરિયાઓએ દર ૧૦ દિવસે કોરોના ટેસ્ટ ફરજીયાત

Panchayat Samachar24

15 થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી અપાશે કોરોના વેક્સિન: PM મોદી

Panchayat Samachar24