Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત સરકાર મહેસુલ વિભાગ માંથી ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ટાસ્ક ફોર્સની રચના કરશે: જનતાના પ્રશ્નો અને ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે

  • ગુજરાત સરકાર ટાસ્ક ફોર્સની રચના કરીને જનતા કામ ઝડપભેર થાય તે દિશામાં પ્રયત્નો કરાશે
  • રાજ્યના તમામ કલેકટરો અને પ્રાંત અધિકારીઓ સાથે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજી
  • Advertisement
  • ટાસ્ક ફોર્સ જનતાના પ્રશ્નો અને ફરિયાદ સંદર્ભે કલેકટર કચેરીની ઓચિંતી ચકાસણી કરશે
  • જનતાની ફરિયાદોનો સ્થળ પર નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવશે
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.22
ગુજરાત રાજ્યમા ભ્રષ્ટાચાર મુકત શાસન કરવાની દિશામાં ગુજરાતની નવ નિયુક્ત સરકાર આગળ વધી રહી છે,  સરકાર દ્રારા પ્રજાલક્ષી અનેક નિર્ણયો કરવામા આવી રહ્યા છે ત્યારે રાજ્ય ના મહેસુલ વિભાગને ભ્રષ્ટાચાર મુકત બનાવવા સરકાર દ્વારા પ્રયાસો શરુ કરવામા આવ્યા છે, જેના ભાગરુપે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે  સરકાર આગામી દિવસોમા રાજ્ય કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરશે અને જનતાના કામ જલ્દી અને ઓછા સમય મા કેવી રીતે થાય તે દિશામાં પ્રયાસો શરુ કર્યા છે, જેને લઈને રાજ્યના તમામ જીલ્લા  કલેકટરો અને પ્રાંત અધિકારીઓ સાથે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એક મહત્વની બેઠક વિડીયો કોન્ફરન્સથી ગાંધીનગર ખાતે યોજી હતી. જેમા ટાસ્ક ફોર્સ વિશે તમામ અધિકારીઓને માહિતગાર કર્યા હતા  ટાસ્ક ફોર્સ જનતાના પ્રશ્નો તેમજ કરિયાદો અંગે જીલ્લા કલેકટર કચેરીની આકસ્મિક મુલાકાત કરી તપાસ કરશે અને જનતાની કરિયાદો અને પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થાય તે દિશામા કાર્યવાહી કરશે. આ ટાસ્ક ફોર્સની ટીમ મા ડેપ્યુટી કલેકટર થી નીચેની કક્ષાના અધિકારીની નિયુકિત નહિ કરવામા આવે અને આ ટાસ્ક ફોર્સ આકસ્મિક રાજ્ય ના કોઈપણ જિલ્લા કલેકટર કચેરીએ જઇને તપાસણી કરશે. અને પડતર પ્રશ્નો સહિતના જનતાના મુદ્દા પર ચર્ચા કરશે.
રાજ્યના મહેસુલ મંત્રી એ એમ પણ જણાવ્યુ હતુ કે, મહેસુલ વિભાગ ના કોઈ પણ અધિકારી કે કર્મચારી પૈસા માંગતા હોય તો વિડીયો રેકોર્ડ કરી અમને મોકલો, સાથે મહેસુલી એન્ટ્રીઓ કેટલાક અધિકારીઓ જનતાને હેરાન કરવા માટે “ના મંજુર” કરવા ખાતર “ના મંજુર” કરવાના મુદ્દાઓમાં પણ દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી થઇ શકે છે, મહેસુલ વિભાગ મા ક્યાંંય પણ ખોટું થતું હોય તો રાજ્ય ની નવ નિયુક્ત સરકાર ચલાવી લેવા માંગતી નથી તેવું તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતુ.

સંબંધિત પોસ્ટ

લીમખેડા અને સીંગવડ તાલુકામા એકપણ ઓનલાઈન CNG પંપ નહિ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન: ઓનલાઈન CNG પંપ શરૂ કરવાની તાતી જરૂરિયાત

Panchayat Samachar24

ફતેપુરાની ગઢરા પ્રાથમિક શાળામા સલરા જીલ્લા પંચાયત સીટના સભ્ય શાંતાબેન પારગીના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

Panchayat Samachar24

દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીકથી પીપલોદ પોલીસે રુપીયા 11.38 લાખનો વિદેશી દારુ મળી કુલ 16.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોની ધરપકડ કરી

Panchayat Samachar24

દાહોદ LCB એ રેસીંગ બાઈકની ચોરી કરતી ગેંગ ઝડપી પાડી: 7 બાઈક સાથે બે આરોપીઓની કરી ધરપકડ

Panchayat Samachar24

ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને મન કી બાત કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24