વધતી જતી મોંધવારીને લઈને દેશની પ્રજા પરેશાન છે. પેટ્રોલ-ડીઝલ અને તેલ બાદ હવે CNG ગેસના ભાવમાં પણ વધારો થયો છે. જેની સીધી અસર સ્થાનિક પરિવહન પર થઈ શકે એવી પૂરી શકયતાઓ છે. CNG ગેસના ભાવ વધારાને કારણે સામાન્ય માણસના બજેટને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત ગેસ અને અદાણી ગેસ કંપનીએ ગેસના ભાવમાં મોટો વધારો કર્યો છે.
જોકે, હવે ગુજરાત મા રિક્ષાભાડા વધે એવી પૂરી સંભાવના છે. છેલ્લા 45 દિવસમાં CNG ગેસમાં આ ભાવ વધારાને શહેરદીઠ મોટો ભાવ વધારો માનવામાં આવે છે. જોકે, છેલ્લા દસ દિવસથી આંશિક ભાવ વધારા સાથે પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર થયા છે. કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરતા પેટ્રોલ ડીઝલના ભાવ ગગડ્યા હતા. તા.3 નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. ત્યાર બાદ પેટ્રોલીમાં સીધા રૂ.5 અને ડીઝલમાં સીધા રૂ.10 ઘટ્યા હતા. આ પછી ભાજપ શાસિત રાજ્યમાં વેટ પણ ઘટાડી દેવાયો હતો. ત્યારે રીક્ષા એસોસિએશન સહિત મધ્યમ વર્ગ ના લોકોએ પણ CNG ગેસના ભાવમા ઘટાડો કરવાની માંગ કરી છે.