



-
ગરબાડામાં ડેન્ગ્યુ-મલેરિયા પર પ્રહાર: એન્ટીલાર્વલ ઝુંબેશ શરૂ
-
159 પાત્રોની તપાસ, 3 પોઝિટિવ પાત્રો નાશ, આરોગ્ય ટીમની જોરદાર કામગીરી
ગરબાડા.તા.24, રીપોર્ટર-ગુંજન હાડા દ્વારા
ગરબાડા ગામના અર્બન વિસ્તારમાં 24 જુલાઈ, 2025ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ અને મલેરિયા નિયંત્રણ માટે એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી. આ કામગીરીમાં 2 ટીમો બનાવવામાં આવી હતી, જેમણે કુલ 159 પાણી ભરેલા પાત્રો (ટાંકીઓ, માટલાઓ વગેરે)ની તપાસ કરી, જેમાંથી 3 પાત્રો પોઝિટિવ જણાયા હતા અને તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. આ ઉપરાંત, પાણી ભરેલા ખાડાઓ અને પ્લાસ્ટિકના તાપડાઓમાં બળેલા ઓઈલના દડા નાખવામાં આવ્યા.
આ કામગીરી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત, જિલ્લા મલેરિયા અધિકારી અતીત ડામોર અને ગરબાડા તાલુકા આરોગ્ય અધિકારી ડો. અવિનાશ ડામોરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ. તાલુકા મેલ સુપરવાઈઝર કે. સી. કટારા અને તાલુકા મલેરિયા સુપરવાઈઝર ગોવિંદ સોનીએ સઘન દેખરેખ રાખી, જ્યારે MPHW તેજસ ધરમાણી અને તેમની ટીમે સમગ્ર કામગીરીનું અમલીકરણ કર્યું.