



-
ગોળ ખાવાથી પાચનક્રિયા મજબૂત થાય છે.
-
આયુર્વેદ મુજબ ગોળ ખાવાથી લિવર સ્વસ્થ રહે છે.
હેલ્થ ડેસ્ક પંચાયત સમાચાર24, તા.30
ભારતીય ભોજન થાળીમાં જો મીઠાઈ ના હોય તો તે થાળી અધૂરી ગણવામાં આવે છે, પરંતુ આજના સમયમાં મીઠાશના ઉપયોગમાં ખાંડનો પ્રમાણ વધ્યું છે આજની બનેલી મીઠાઈ કે સ્વીટ ભોજન ભલે તમારા ચહેરા પર પર સ્માઈલ લાવી દે છે, પરંતુ ખાંડ સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડે છે જાણશો તો ખાંડ ખાવાનુ છોડી દેશો! વધારે પડતી ખાંડ ખાવી એ આરોગ્ય માટે હાનીકારક છે. ખાંડની જગ્યાએ ગોળ ખાવો સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયક છે.
સફેદ દેખાતી ખાંડ એ એક મીઠું ઝેર સમાન છે.
જે લોકોને મીઠાઈઓ પર વધારે પ્રેમ હોય અથવા મીઠાશ વાળી વાનગીઓ વધારે ભાવતી હોય અને એમા પણ ખાંડથી બનેલી વાનગીઓ હોય તો એવી મીઠાશવાળી વાનગીઓ તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. વધુ પડતો ખાંડનો ઉપયોગ કરવાથી શરીર મા રોગોને આમંત્રણ આપવા સમાન છે, વધુ પડતો ખાંડનો ઉપયોગ કરવાથી આંતરડાનું કેન્સર, ફેટી લીવર, બ્લડ સુગર, મેદસ્વિતા, બ્લડ પ્રેશર ની સાથે ત્વચા પર ઉંમર પહેલા કરચલી પડવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી, જેથી જીવનમાં બને ત્યાં સુધી ખાંડના ઉપયોગ પર નિયંત્રણ લગાવવું જરૂરી હોવાની મત તબીબો જણાવી રહ્યા છે.
ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે લાભકારક
-
ખાંડને બદલે ગોળ ખાવો એ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. આ માટે ખાંડ અને ગોળ વચ્ચેનો તફાવત ખબર હોવો જરૂરી છે.
-
ખાંડની સરખામણીએ ગોળ ધીમે પચે છે અને ધીમે-ધીમે ઊર્જા આપે છે. તેનાથી લાંબા સમય સુધી શરીરમાં ઊર્જા રહે છે. ખાંડ બ્લડમાં ભળી જાય છે અને ઊર્જા વિસ્ફોટ કરે છે. આથી સૂતી વખતે બાળકોને ખાંડવાળી કોઈ પણ વસ્તુ આપવી ના જોઈએ કારણકે તે તરત એક્ટિવ થઈ જાય છે અને ઊંઘવાનું ભૂલી જાય છે.
-
ગોળમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે, પરંતુ ખાંડમાં આવો કોઈ ગુણ હોતો નથી. આ માત્ર એક સ્વીટનર છે.
-
ગોળ પર્યાવરણ માટે અનુકૂળ છે, પરંતુ ખાંડ ઉદ્યોગ હવા, પાણી અને માટીને પ્રદૂષિત કરે છે.
-
ગોળ પાચનક્રિયામાં મદદ કરે છે. કારણકે ગોળ તૂટી જાય છે અને પાચનતંત્રમાં આલ્કલાઈન થઈ જાય છે. પરંતુ ખાંડ એસિડિક થઈ જાય છે.
ગોળના ગુણ જાણશો તો છોડી દેશો ખાંડનો ઉપયોગ
-
ફિટનેસ પ્રેમી માટે ગોળ એક સારું ફૂડ સપ્લીમેન્ટ બની શકે છે.
-
તે શરીરના અંગોને નુકસાન પહોંચાડ્યા વગર લાંબા સમય સુધી ગરમી અને ઊર્જા આપે છે.
-
ગોળ શરીરમાં એક કલીન્ઝિંગ એજન્ટની જેમ કામ કરે છે. ગોળ ફેફસાં, અન્નનળી, પેટ અને આંતરડા સાફ કરે છે. આ શરીરમાંથી ધૂળ અને બિનજરૂરી કણ બહાર કાઢે છે. આ કબજિયાતમાં પણ રાહત આપે છે.
-
હેવી ભોજન કર્યા ઓછી ગોળ ખાવાથી પાચનક્રિયામાં સરળતા રહે છે.
-
આયુર્વેદ પ્રમાણે, ગોળ ખાવાથી લિવર મજબૂત બને છે.
-
ગુડ એસિડ બેલેન્સ બનાવવા માટે ગોળ મદદ કરે છે. ગોળને સૂંઠ સાથે ખાવાથી એસિટિટી અને ગેસની તકલીફ દૂર થાય છે.
-
ગોળ ઈકો-ફ્રેન્ડલી છે. શેરડીના રસને લોખંડના વાસણમાં ઉકાળ્યા પછી ગોળ બનાવવામાં આવે છે. ખાંડ બનાવવા પાછળ અનેક ગેલન પાણી વેડફાય છે. પ્રાકૃતિક જળ સ્ત્રોતનો પણ નાશ કરે છે.
-
ગોળથી હાડકા મજબૂત બને છે. તેમાં હાજર મેગ્નેશિયમ, વિટામિન ડી, કોપર અને ઝિંક શરીરમાં કેલ્શિયમ કંટ્રોલમાં રાખે છે.
-
ગોળ સ્ટ્રોક રોકવામાં મદદ કરે છે.
-
ગોળ અસ્થમા રોકે છે. અસ્થમાના દર્દીઓ ગોળની મદદથી પોતાના શ્વાસ સામાન્ય કરી શકશે.
-
ગોળ હિમોગ્લોબિન વધારે છે. તે આયર્નથી ભરપૂર હોય છે અને એનીમિક લોકો માટે ફાયદાકારક છે.