Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

લીમખેડા અને સીંગવડ તાલુકામા એકપણ ઓનલાઈન CNG પંપ નહિ હોવાના કારણે વાહન ચાલકો પરેશાન: ઓનલાઈન CNG પંપ શરૂ કરવાની તાતી જરૂરિયાત

  • લીમખેડા અને સીંગવડ તાલુકામા 150 ગામોના લોકોને લોકોને પડી રહી છે મુશ્કેલી
  • સીંગવડ તાલુકામા એકપણ CNG પંપ નહિ
  • Advertisement
  • CNG થી પ્રદુષણ ઓછુ થતુ હોવાથી પર્યાવરણ માટે ફાયદાકારક
  • વાહનોમાં CNGનો વધુ ઉપયોગ શરૂ થઇ ગયો છે ત્યારે હાઇ-વે પર આવેલા લીમખેડા ગામમાં CNG ઓનલાઈન પંપની સુવિધા જરૂરી
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.28
દેશમા પેટ્રોલ અને ડીઝલ ના ભાવમા સતત વધારો થઈ રહ્યો છે, સાથે સાથે માનવ વસતી વધી રહી છે અને જેમ-જેમ માનવ વસતી વધી રહી છે તેમ-તેમ વસ્તીના અનુપાતમાં વાહનોની જરૂરિયાત પણ વધી રહી છે. ડીઝલના વાહનો થી પ્રદૂષણ વધારે થાય છે, અને પેટ્રોલ અને ડીઝલ ના ભાવો આમ આદમીની કમર તોડી નાખી છે. જેના કારણે લોકો મહત્તમ સીએનજીના વાહનોનો ઉપયોગ કરતાં થયા છે. લીમખેડા ના પાલ્લી ખાતે ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ ઉપર ઓફલાઇન સીએનજી પંપ ચાલુ કરવામા આવેલ છે જે સીએનજી પંપમા વાહન મારફતે સીએનજી પંપ ચલાવવામા આવે છે પરંતુ તેમા પુરતુ પ્રેસર મળતુ ન હોવાથી વાહન ચાલકોને વારંવાર ધક્કા ખાવા પડે છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે , જેથી લીમખેડા ગામે CNG ઓનલાઇન પંપ શરૂ કરવા લોકમાંગ ઊઠવા પામી છે.
લીમખેડા તાલુકા મથકનુ ગામ છે, અને આ ગામ માંથી અમદાવાદ- ઈન્દોર નેશનલ ધોરી માર્ગ પણ પસાર થાય છે. આથી આ રોડ પરથી રાત-દિવસ મોટી માત્રામાં વાહનો પસાર થાય છે. ઉપરાંત રાજસ્થાન – વાસવાડા તરફ નો હાઈવે રોડ પરના વાહનો પણ લીમખેડાથિ પસાર થાય છે. લીમખેડા પંથકના દુધીયા, મોટીબાંડીબાર, સહિતના લીમખેડા તાલુકાના ગામો માથી લોકો સરકારી કામે અને ખરીદી કરવા લીમખેડા આવે છે.
હાલમાં લીમખેડા તાલુકાના પાલ્લી અને ઘુમણી ગામે એક એક ઓફલાઇન સીએનજી પંપ શરૂ કરવામા આવેલ છે. જેમાં પ્રેશર ઓછું આવતું હોવાને કારણે વાહનમા ગેસ ઓછો ભરાતો હોય છે. આથી તે વાહન સીએનજીમાં વધારે અંતર કાપી શકતું નથી. ઘણીવાર CNG ગાડી પંપ ઉપર હાજર ન હોવાના કારણે વાહન ચાલકોને કલ્લાકો સુધી CNG ગેસની ગાડીની રાહ જોવી પડે છે, જેના કારણે વાહન ચાલકો અને પંપ સંચાલક વચ્ચે સામાન્ય રકઝક થતી હોય છે, પરંતુ જો ઓનલાઇન સીએનજી પંપ શરૂ કરવામાં આવે તો ફોર વ્હીલ વાહનધારકોને વધારે ફાયદો થઇ શકે તેમ છે. જ્યારે સીંગવડ તાલુકા મા તો એક પણ સી.એન.જી. પંપ નહી હોવાથી ત્યાંના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, આથી લીમખેડા અને સીંગવડ ગામે ઓનલાઇન સીએનજી પંપ શરૂ કરવામાં આવે તેવી લીમખેડા અને સીંગવડ તાલુકાના આજુબાજુના ગ્રામ્ય પંથકના વાહન ચાલકોની પ્રબળ માંગ ઊઠી છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

લીમખેડા માં કોરોના સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ દિવસનુ સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું : શુક્ર-શનિ-રવિ બજારો સજ્જડ બંધ રહેશે

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના અંતરિયાળ પાલ્લી ગામમાં રહેતા ગરીબ આદિવાસી પરિવાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આર્શીવાદ રૂપ બની: PMAY સહાયની મદદથી પોતાનું પાકું ઘર બનાવ્યું

Panchayat Samachar24

ગુજરાત સરકાર ના મંત્રી બચુભાઇ ખાબડે દાહોદ જિલ્લામાં કોરોના વેક્સીનેશનના મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો

Panchayat Samachar24

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

Panchayat Samachar24

જાણો..કોરોનાના દર્દીઓની ગંભીર સ્થિતિ અને અકાળ મૃત્યુના કારણ-નિવારણ વિશે શું કહે છે ડો.કમલેશ નિનામા

Panchayat Samachar24