સીંગવડ ગ્રામ પંચાયત ના ઉપસરપંચ તરીકે પંકજભાઈ પ્રજાપતિની બીન હરીફ વરણી કરવામા આવતા સમર્થકોમા ખુશીનો માહોલ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.24
સીંગવડ ગ્રામ પંચાયતની ઉપસરપંચ ની ચુંટણી યોજવામા આવી હતી જેમા ઉપસરપંચ તરીકે પંકજભાઈ પ્રજાપતિની બીન હરીફ વરણી કરવામા આવી હતી.
આજે સીંગવડ ગ્રામ પંચાયત ના સભાખંડમા સીગવડ તાલુકા પંચાયત ના ઇન્ચાર્જ મદદનીશ તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને ઉપસરપંચની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમા ઉપસરપંચ ના પદ માટે વોર્ડ નંબર – 2 ના સભ્ય પંકજભાઈ કનુભાઈ પ્રજાપતિએ ઉમેદવારી નોંધાવી હતી, ઉપસરપંચ તરીકે એક જ ફોર્મ રજુ થતા ચુંટણી અધિકારીએ પંકજભાઈ કનુભાઈ પ્રજાપતિને બિનહરીફ ઉપસરપંચ જાહેર કરવામા આવ્યા હતા, ચુંટણી પ્રક્રિયામા પંચાયત ના 10 સભ્યો માયી 7 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, પંકજભાઈ પ્રજાપતિ ઉપસરપંચ તરીકે ચુટાઈ આવતા સમર્થકોએ ફુલહાર પહેરાવી ઉપસરપંચને અભિનંદન પાઠવ્યા હતા.