વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશને સંબોધિત કરશે. દર મહિનાનાં છેલ્લા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ કરે છે. તે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશને સંબોધિત કરશે. દર મહિનાનાં છેલ્લા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ કરે છે. તે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે. આજે મન કી બાતની 84મી આવૃત્તિ હશે. આ વર્ષનો ‘મન કી બાત’નો આ છેલ્લો કાર્યક્રમ હશે.
ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિનાની શરૂઆતમાં ટ્વીટ કર્યું હતું કે, મને આ મહિનાની 26મીએ મન કી બાત માટે ઘણા ઈનપુટ મળી રહ્યા છે. આ 2021 ની અંતિમ મન કી બાત હશે. ઇનપુટ્સ ઘણાં વિવિધ ક્ષેત્રોને આવરી લે છે અને પાયાનાં સ્તરે પરિવર્તન લાવવા માટે કામ કરતા ઘણા લોકોની જીવન યાત્રાની ઉજવણી કરે છે. તમારા વિચારો શેર કરતા રહો. મન કી બાત ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન સિવાય વિવિધ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ પ્લેટફોર્મ દ્વારા સામાન્ય લોકો પાસેથી સલાહ અને સૂચનો આમંત્રિત કરે છે અને બાદમાં તેમના કાર્યક્રમ દ્વારા ઘણાનો ઉલ્લેખ કરે છે. તમે PM નરેન્દ્ર મોદીની વેબસાઈટ પર જઈને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમારા સૂચનો મોકલી શકો છો. આ સિવાય, mygov.in પર આપવામાં આવેલી માહિતી મુજબ, તમે 1922 પર મિસ્ડ કૉલ પણ કરી શકો છો અને SMSમાં મળેલી લિંકને અનુસરીને તમારા સૂચનો સીધા જ વડાપ્રધાનને આપી શકો છો. તમે ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર ડાયલ કરીને તમારા સૂચનો પણ રેકોર્ડ કરી શકો છો.