થોડા દિવસો પહેલાં કોઈ અગમ્ય કારણોસર ઘરમાં કોઈને કહ્યાં વગર જતાં રહ્યાં હતા
Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા,12
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના મેથાણ ગામે 45 વર્ષીય આધેડ પુરૂષનો મૃતદેહ મેથાણ ગામના ડુંગર ઉપર આવેલ એક ઝાડ પર લટકેલી અવસ્થામા મળી આવી હતી. સમગ્ર ઘટના મામલે મૃતકના કુટુંબીજનો દ્વારા રણધીકપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસે ફરિયાદ દાખલ કરી મૃતદેહને પી.એમ. અર્થે સરકારી હોસ્પિટલ મા મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
સીંગવડ તાલુકાના મેથાણ ગામના નાળ ફળિયામાં રહેતાં 45 વર્ષીય લાલાભાઈ લીંબાભાઈ નિનામા થોડાક દિવસ પહેલાં કોઈ અગમ્ય કારણોસર ઘરે કોઈને કહ્યાં વગર નિકોલ ગયા હતા, લાલાભાઈ ઘરે નહિ આવતા પરિવારજનો તેઓની શોધખોળ શરૂ કરી હતી, શોધખોળ દરમિયાન મેથાણ ગામે આવેલા ડુંગર પર આવેલા એક ઝાડ પર ગળે ફાંસો ખાઘેલી હાલતમાં લાલાભાઈની લાશ મળી આવી હતી. આ અંગેની જાણ રણધીકપુર પોલીસને કરાતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પી.એમ. અર્થે મોકલ્યો હતો.
આ સમગ્ર ઘટના સંદર્ભે મૃતકના ભાઈ અમરસીંગભાઈ નિનામાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.