રોડ નજીક નોનવેજની લારીઓના કારણે ટ્રાફિક જામની સમસ્યામા વધારો
Advertisement
તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તે જરુરી બન્યુ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.16
ગુજરાતના મોટા શહેરોમાં માંસ મટન અને ઈંડાની લારીઓ જાહેર રોડ નજીકથી દુર કરવાના આદેશો કરવામા આવ્યા છે, રોડની નજીકની નોનવેજ બનાવતી ઉડતા વઘારની અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે. ત્યારે સરકારી તંત્ર હાલમાં એલર્ટ બન્યું છે ત્યારે દાહોદ શહેર સહિત જીલ્લાના તાલુકાઓમા તંત્ર દ્વારા તપાસ કરી આવી મટન, ઈંડાની લારીઓ જાહેર રસ્તાઓ પરથી દુર કરવાની લોકો ની માંગ ઉઠી છે.
જ્યારે દાહોદ શહેર સહિત તાલુકાઓના ગામડાઓના રોડ ઉપર રોડની નજીકમાં જ માંસ, મટનની હાટડીઓ લગાવી વેચાણ કરી રહ્યા છે, જ્યારે કેટલીક જગ્યાએ હાઇવે રોડ નજીક માંસને આગમા શેકવાથી ખુબ જ દુર્ગન્ધ આવતી હોય છે, નસકોરા ફાટી જાય તેવી અસહ્ય દુર્ગંધ આવતી હોવાના કારણે જેના કારણે રાહદારીઓને ખુબ જ મુશ્કેલી પડી રહી છે, રોડની નજીક માં જ આ પ્રકારની માંસ મટન ની ધમ ધમતી હાટડીઓ મા દિવસે દિવસે વધારો નોંધાઈ રહ્યો છે, જ્યારે કેટલાક ગામોમા સરકારી જમીન પર દબાણ કરી માંસ મટનની હાટડી શરુ કરવામા આવી છે, તેમ છતા ગ્રામ પંચાયત કે, મામલતદાર દ્વારા આ સરકારી જમીન પરની ગેરકાયદેસર માંસ ની હાટડી બંધ કરાવવામા આવી નથી, તંત્ર દ્વવારા આવી ગેરકાયદેસર હાટડીઓ રોડ નજીક થી હટાવી લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.