Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા તેજસ પરમાર: જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેજસ પરમારે પદભાર સંભાળી લીધો છે. આ પૂર્વે તેઓ અમરેલી ખાતે ડીડીઓ તરીકે ફરજ બજાવતા હતા.

મૂળ પાલનપુરના વતની એવા તેજસ પરમાર શિક્ષણમાં ઉચ્ચ કારકીર્દિ ધરાવે છે. તેમણે સુરત સ્થિત સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ખાતેથી મિકેનિકલમાં બીટેકની પદવી હાંસલ કર્યા બાદ ખાનગી કંપનીમાં ઉચ્ચા હોદ્દા ઉપર નોકરી કરી છે. એ બાદ અમદાવાદ ખાતે સરદાર પટેલ પ્રશાસનિક સેવા તાલીમ કેન્દ્રમાં તૈયારી કરી યુપીએસસીની પરીક્ષા પાસ કરી અને ૨૦૧૬માં ભારતીય પ્રશાસનિક સેવામાં જોડાયા છે.

આઇએએસની શરૂઆતની તાલીમ રાજકોટ જિલ્લામાં લીધા બાદ પ્રથમ નિમણૂંક દાહોદ પ્રાંત અધિકારી તરીકે પામ્યા હતા અને ત્યાંથી બઢતી સાથે અમરેલી ડીડીઓ તરીકે દોઢેક વર્ષ તરીકે ફરજ બજાવી છે.

તેઓ દાહોદ જિલ્લાથી સુપરિચીત છે. આજે તેમણે પદભાર સંભાળ્યા બાદ જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમણે એક ટીમ તરીકે લોકકલ્યાણના કામો કરવા માટે શાખાધિકારીઓને જણાવ્યું હતું.

સંબંધિત પોસ્ટ

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

Panchayat Samachar24

ફતેપુરામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ જતા ગ્રામજનોએ મુખ્યમંત્રીને રજુઆત કરતુ આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરતા પંથકમાં ખળભળાટ

દાહોદ જિલ્લામાં સપ્ટેમ્બરમા વરસેલ ભારે વરસાદના કારણે તૈયાર થયેલ મકાઇના પાકને નુકસાન

Panchayat Samachar24

દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ

Panchayat Samachar24

અમદાવાદ સિવિલ ખાતે કોવિશિલ્ડ રસીનાં 1.20 લાખ ડોઝ રખાયા…

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

Panchayat Samachar24