ફતેપુરા નગરમા આવેલો બલૈયા રોડથી ઝાલોદ રોડને જોડતો બાયપાસ રોડ પર ખાડા પડી જતા બિસ્માર હાલતમા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ફતેેેેેપુરા તા.૧૯
ફતેપુરા નગરની બહાર થી બલૈયા રોડ થી ઝાલોદ રોડ તરફ આવતો બાયપાસ રોડ પર મસ મોટા ખાડા પડવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, આ રોડ પર ફતેપુરા કોર્ટ અને સાયન્સ સ્કુલ આવેલી છે, ફતેપુરામા ટ્રાફીક સમસ્યા ને લઈને મોટા ભાગે નગરજનો આ રોડની ઉપયોગ કરતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ રોડ બિસ્માર હાલત માં હોવા છતાં તંત્ર ધ્વારા રીપેરીંગ કરવામા આવતુ નથી જેના કારણે વાહન ચાલકો અને નગરજનોમા ભારો રોષ જોવા મળી રહ્યો છે, હાલમા ચોમાસુ શરુ થવાની ભીતી સેવાઈ રહી છે ત્યા ચોમાસાની રુતુમા આ બિસ્માર અને ખાડા વાળા રોડ પરથી પસાર થવુ વાહન ચાલકો માટે મોટી મુશ્કેલી સર્જી શકે છે,
ફતેપુરા બજાર માં ટ્રાફિક ની સમસ્યા હોવાથી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ આ રોડ થી દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડે છે, બલૈયા રોડ થી ઝાલોદ રોડ ને જોડતો રોડ બિસ્માર હોવા થી અકસ્માત થવા ની પણ સંભાવનઓ રહેલી છે, તંત્ર આ બાયપાસ રોડનુ સમારકામ કરવા માં આવે આવી લોકમાંગ ઉઠી રહી છે, ત્યારે તંત્ર દ્વારા ક્યારે આ રોડનુ રીપેરીંગ કરવામા આવે છે તે જોવાનુ રહેશે.