Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ

દાહોદ શહેર સાહિત જીલ્લાની કોરોના હોસ્પીટલમાં દાખલ કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી રેમડેસિવર ઇન્જેક્શન મેળવી શકે તે માટે વોટ્સઅપ નંબરની સુવિધા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત કન્ટ્રોલ રૂમ નંબરનો ઉપયોગ પણ આ માટે કરી શકાશે. જેમાં તમામ દસ્તાવેજો તપાસ્યા બાદ માત્ર ડોક્ટર્સને જ ઇન્જેક્શન પૂરા પડાશે. આ માટે તેમણે એક વ્યક્તિને અધિકૃત પણ કરવાનો રહેશે.

કલેક્ટર વિજય ખરાડીએ આ સુવિધા બાબતે જણાવતા કહ્યું કે, વોટ્સએપ નંબર ઉપર કોરોના સંક્રમિત દર્દીનું નામ ઉપરાંત દર્દીનું આધારકાર્ડ, તેનો કોરોના પોઝિટિવ હોવાનો આરટીપીસીઆર, સીટીસ્કેન કે આરએટી રિપોર્ટ, રેમડેસિવર ઇન્જેક્શન ભલામણ કરનાર એમ.ડી. ડોક્ટરનું પ્રિસ્કીપ્શન એટલા દસ્તાવેજો વોટ્સએપ નંબર 08200140854 અને 09824953953 પર વોટ્સએપના માધ્યમથી મોકલ્યા બાદ અથવા કન્ટ્રોલ રૂમના 02673-239055 અને 7567895504 નંબર પર ફોન કરી જરૂરી માહિતી પુરી પાડ્યા બાદ, આ તમામ ડોક્યુમેન્ટ ચકાસીને માત્ર ડોક્ટરોને જ રેમડેસિવર ઇન્જેક્શન પુરા પાડવામાં આવશે. આ માટે તમામ ડોક્ટરોએ તેમના એક માણસને રેમડેસિવર ઇન્જેક્શન લેવા માટે અધિકૃત કરવાના રહેશે અને ડોક્ટરોના અધિકૃત પ્રતિનિધિને હેલ્પલાઇનમાંથી સુચના મળ્યે રેમડેસિવર ઇન્જેક્શન મેળવી લેવાના રહેશે.

સંબંધિત પોસ્ટ

ગુજરાત રાજયમા તાલુકા વિકાસ અધિકારી તરીકે બડતીની રાહ જોતા અનેક સિનિયર કર્મચારીઓ: કેટલાક સિનિયર કર્મચારીઓ નિવૃતિના આરે: સિનિયર કર્મચારીઓને બડતી નહિ મળતા સરકારની મંસા સામે અનકે સવાલો

Panchayat Samachar24

લીમખેડા તાલુકાની દાભડા તળાવ ફળીયા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજના અપમાન મામલાને પાંચ મહિના જેટલો સમય વિતવા છતા કોઈ કાર્યવાહી નહી કરાતા ભીનું સંકેલાયાની આશંકા

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

Panchayat Samachar24

ફતેપુરામાં ભૂ-માફીયાઓ બેફામ બન્યા: મધ્યરાતે જેસીબી થી તળાવની પાળ નુ ખોદકામ કર્યુ: મામલતદાર અને ગ્રામજનો પહોંચી જતા ભૂ-માફીયાઓ જેસીબી અને ટ્રેક્ટર લઈ ફરાર

Panchayat Samachar24

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા પંચાયતની મનરેગા શાખામાં રુપિયા ૪૫,૩૭,૬૯૪/- ની નાણાંકીય ઉચાપતની પોલીસ ફરિયાદમાં આરોપીઓ તરીકે મનરેગાના કર્મચારીઓને જોડવા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)(સી) નો ઉમેરો કરવાનો લુણાવાડા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે કર્યો હુકમ

Panchayat Samachar24

દાહોદ LCBએ રેલવે પાટા-સ્લીપાટ ચોરી કરતી ગેંગ ઝડપી પાડી: પોલીસે રેલ્વેના 3020 કિલો પાટા-સ્લીપાટ મળી કુલ 6.74 લાખનો મુદ્દામાલ જપ્ત: 4 યુવકોની ધરપકડ

Panchayat Samachar24