લીમખેડા – ગોધરા હાઈવે રોડ ઉપર પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગ અડધી તૂટેલી હાલતમાં હોવાનો અહેવાલ પંચાયત સમાચાર24 દ્વારા તા.૧૯/૧૦/૨૦૨૧ ના રોજ પ્રસિદ્ધ કરવામા આવ્યા હતો, જે અહેવાલ બાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ આળસ ખંખેરી તૂટેલી નાળાની રેલીંગના સમારકામ ની કામગીરી શરુ કરવામા આવતા વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી.
લીમખેડા – ગોધરા હાઈવે રોડ ઉપર પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગ હોવાના કારણે કોઇ ગમખ્વાર અકસ્માત સર્જાવાની શક્યતાઓ વધી ગઈ હતી, આ રસ્તો સતત વાહનવ્યવહારથી ધમધમતો રસ્તો છે. આ રોડ પર ગોધરા – અમદાવાદ- વડોદરા જેવા મોટા શહેરો માથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જતા વાહનો માટે મુખ્ય માર્ગ છે, જેના કારણે આ રોડ પર વાહનવ્યવહાર સતત વધ્યો છે, જેના કારણે નાળાની રેલિંગ નુ સમારકામ તાત્કાલિક કરવાની વાહન ચાલકો માંગ કરી રહ્યા હતા, પરંતુ માર્ગ અને મકાન વિભાગ ના અધિકારીઓ આ નાળાની રેલિંગ ને સમારકામ કરવામા કોઈ રસ દાખવ્યો ન હતો, જેને લઈને પંચાયત સમાચાર24 દ્વારા અધિકારીઓની બેદરકારી મામલે સમગ્ર અહેવાલ તા.૧૯/૧૦/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ કરવામા આવ્યો હતો, જે અહેવાલ ના પગલે માર્ગ અને મકાન વિભાગ સફાળુ જગ્યુ હતુ અને લીમખેડા – ગોધરા હાઈવે રોડ ઉપર પાલ્લી શનિ મંદિર નજીક આવેલા નાળાની રેલિંગના સમારકામની કામગીરી શરુ કરી હતી. નાળાના રેલિંગ નૂ સમારકામ થતા વાહન ચાલકો સહીત સ્થાનિકોમા ખુશી જોવા મળી હતી.