ફતેપુરા તાલુકાના ડબલારા પ્રા.શાળાના શિક્ષક દ્વારા દૂરદર્શન કેન્દ્ર ડીડી ગિરનાર ચેનલ પર પ્રસારિત થતા કાર્યક્રમ ના માધ્યમથી શિક્ષણ આપવાનો શરૂ કરવામાં આવ્યું.
ફતેપુરા તા.૧૯
હાલ કોવિડ-૧૯ ના કારણે બાળકો શાળા શરૂ થઈ ત્યારથી તેઓ શાળાએ આવી શકતા નથી.જીસીઇઆરટી દ્વારા તા:-૧૦-૦૬-૦૨૧થીતા:-૧૦-૦૭-૦૨૧ સુધી બ્રીજ કોર્સ ક્લાસ રેડીનેસ- જ્ઞાનસેતુ કાર્યક્રમ દૂરદર્શન કેન્દ્ર ડીડી ગિરનાર ચેનલ મારફત પ્રસારિત કરવામાં આવ્યો છે. ત્યારે શિક્ષણ વિશેનું ચિંતન કરતા- કરતા એક ઉમદા વિચાર આવ્યો. ત્યારે ઝાલોદ નગરમાં ચાલતા સેવાભાવી ગ્રુપમાં એક મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો. જેમાં ટી.વી,ડીશ, કૅમેરા,વાયર, રીસીવર જે મિત્રો જોડે સેકન્ડ હેન્ડ પડ્યા હોય તો સહયોગ કરવા વિનંતી કરવામાં આવી. એ સાથે કોઈ પણ મિત્રોને વેચાણ પેટે આપવું હોય તો પણ સંપર્ક કરવો તેવો મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો. સાંજ સુધીમાં તો કૅમેરા, ડીશો,વાયરો માટે સહયોગીઓના ફોન આવવા લાગ્યા. ફતેપુરાથી લાલાભાઇ પંચાલનો વોટ્સએપમાં મેસેજ રીપ્લાય આવ્યો કે,ટીવી કાલ સુધીમાં તમને સહયોગથી મળશે. જેથી શિક્ષક રવિન્દ્રભાઈ પ્રજાપતિને વિશ્વાસ આવ્યો કે મેં કરેલ પ્રયત્નોમાં મને સફળતા જરૂર મળશે જ. તારીખ-૧૦- જુન સાંજ સુધી એક ચાલુ ટી.વી બે બગડેલા ટી.વી હતા પણ સ્ટાફ મિત્ર ગિરીશભાઈનાં સહયોગથી તે રીપેર કરાવ્યા. ત્રણ ડીશનાં છાપરા,બે કેમેરા,વાયર જેવી વસ્તુઓ સહયોગીઓ તરફથી મળી આવી. તારીખ.૧૧- જૂનની વહેલી સવારે કારીગર સાથે શાળા ઉપર પહોંચ્યો. કારીગરને લઈ ફળિયા પ્રમાણે ટીવી લગાવવાનું આયોજન કર્યું. બપોર સુધીમાં એક ટીવી લગાવ્યું.બે બંધ હતા તે ચાલુ કર્યા.એમ ત્રણ ટીવી ચાલુ કર્યા. ડીડી ગિરનાર પર પ્રસારિત થતા જ્ઞાનસેતુ કાર્યક્રમ સમયપત્રક પણ લગાવવામાં આવ્યું. સાથે તેનું સંચાલન કોણ કરશે તે માટે ટીમ લીડર નક્કી કરવામાં આવ્યું. આવતીકાલે હજુ બે ફળિયા એટલે કે શાળાથી દૂર ગણાતા એવું એક કાળા કાછલા ફળિયુ અને બીજું મહુડા ફળિયું એ બંને ફળિયામાં ટી.વી લગાવવામાં આવશે.બાળકોના શિક્ષણના આ યજ્ઞમાં સહભાગી બનેલ તમામ દાતાશ્રીઓનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.