PSI, ASI અને કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની તૈયારી માટે વિના મુલ્યે પુસ્તકો અપાયા
ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલ તમામ ઉમેદવારોને અપાશે પુસ્તકો
Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.11
દાહોદ જિલ્લા પંચાયત ની સલરા બેઠકના જિલ્લા સભ્ય શ્રીમતી શાંતાબેન મુકેશભાઈ પારગી દ્વારા હાલ માં યોજાયેલ પોલીસ વિભાગની વિવિધ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં જે લોકોએ ફિઝિકલ ટેસ્ટ એટલે કે ગ્રાઉન્ડ પાસ કર્યું હોય તેવા દાહોદ જિલ્લા પંચાયતની સલરા બેઠક વિસ્તાર ના વિદ્યાર્થીઓને આવનાર લેખિત પરીક્ષાઓ માં પુરતુ માર્ગદર્શન મળી રહે અને પરીક્ષામા ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે, અને સમાજનુ નામ રોશન કરે તેવા હેતુસર આવા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે જરૂરિયાત મુજબના તમામ પુસ્તકો નો શેટ વિનામૂલ્યે આપવામાં આવ્યા છે, સલરા બેઠકના જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી શાંતાબેન મુકેશભાઈ પારગી ની આ ઉમદા કામગીરી ને લોકોએ પણ બિરદાવી હતી, અને ભવિષ્યમાં પણ આ જ પ્રકારે સમાજની સેવા કરતા રહે તેવી અપેક્ષા પણ લોકોએ વ્યક્ત કરી હતી.
સલરા જીલ્લા પંચાયત સીટ મા સમાવિષ્ટ વિસ્તાર માંથી પોલીસ વિભાગ ની પી.એસ.આઇ, એ.એસ.આઇ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલા ઉમેદવારોએ પરીક્ષા લગતા પુસ્તકોને સેટ વિના મુલ્યે મેળવવા માટે ફીઝીકલ ટેસ્પાટ પાસ કરેલો સિક્કો મારેલ કોલ લેટર લઈને આવવાનું રહેશે.
જે વિદ્યાર્થી ભાઈ-બહેનોને પરીક્ષાલક્ષી સાહિત્ય માટે લાભ લેવા માગતા હોય તેઓ અગાઉથી પોતાનું નામ અને નંબર નીચે આપેલા નંબર પર લખવાનો રહેશે.
મુકેશભાઈ (ઉર્ફે ટીનો) :9512927777