ગોધરા રેન્જ આઈ.જી. આમ.એસ.ભરાડા અને ડી.એસ.પી. હિતેશ જોયસરે અભિનંદન પાઠવ્યા
Advertisement
પ્રતિનિધી – લીમખેડા તા.20
લીમખેડા ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડો. કાનન દેસાઈને રાજ્ય મહિલા આયોગ દ્વારા શક્તિ એવોર્ડ આપવામાં આવ્યો છે. ડો.દેસાઈએ કોરોના કાળમાં પોલિસિંગ સાથે કરેલી સેવાકીય પ્રવુતિ બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તાજેતરમાં કાલોલ ખાતે યોજાયેલા રાજ્યના મહિલા આયોગના કાર્યક્રમ દરમિયાન ડી વાય એસપી ડો.કાનન દેસાઈને શક્તિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
લોકડાઉન દરમિયાન પ્રવાસી શ્રમિકોને આશરો ઉપરાંત ભોજનની વ્યવસ્થા ડો.કાનન દેસાઈએ સારી રીતે કરી પોલીસના માનવીય અભિગમનો પરિચય કરાવ્યો હતો.
આ એવોર્ડ મળવા બદલ રેન્જ ડીઆઈજી એમ.એસ.ભરાડા તથા જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સહિતના અધિકારીઓ ડો.કાનન દેસાઈને અભિનંદન આપ્યા હતા.