-
કેન્દ્ર સરકાર ગરીબોને 5 કિલો અનાજ મફત આપશે
-
મે અને જુન બે મહિના 5 કિલો મફત અનાજ મળશે
હાલમાં સમગ્ર ભારતમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે, જેના કારણે ગરીબ પરીવારોને ભરણપોષણ કરવું ખુબ જ મુશ્કેલ બની રહ્યું છે, તેવા સમયમાં ફરી એક વાર કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત અનાજ આપવાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર રાશનકાર્ડ ધારકોને મે અને જૂન મહિનામાં 5-5 કિલો વધારે અનાજ મફત આપશે. આ યોજના હેઠળ દેશના 80 કરોડ જેટલા લોકોને લાભ મળશે. મે અને જૂન 2021માં ગરીબોને 5 કિલો મફત અનાજ આપવામાં આવશે. સાથે રેશનકાર્ડ દીઠ એક કિલો દાળ મફત આપવાની સરકારે જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પર 26,000 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવામાં આવશે.ઘઘમ