Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં એકઝી.કાઉન્સીલ મેમ્બર તરીકે નરેન્દ્ર સોનીની નિયુક્તિ થતા દાહોદ જીલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા સન્માન કરાયુ

  • MLA ચંદ્રિકાબેન બારીયા, માજી સાંસદ ડો.પ્રભા તાવિયાડની ઉપસ્થિતિમાં નિમણુકને આવકારી
  • નરેન્દ્ર સોની ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં એકઝી.કાઉન્સીલ મેબ્મર નિમાતાં સંચાલક મંડળે સન્માન કર્યુ
  • Advertisement
  • સંચાલકો, 1.25 લાખ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ સરળ બન્યુ
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.21
ગોવિંદ ગુરુ યુનિવ ર્સિટીમાં એક્ઝીક્યુટીવ કાઉન્સીલ મેમ્બર તરીકે નિયુક્ત થવા બદલ નરેન્દ્રભાઇ સોનીનું શાળા સંચાલક દ્રારા સનમાન કરવામાં આવ્યુ હતુ.જેમાં જિલ્લાના ગણ્યમાન્ય શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.આ નિયુક્તિ થવાથી જિલ્લામાં ઉચ્ચતર શિક્ષણની દિશાઓ વિસ્તરશે તેઓ આશાવાદ સાૈએ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત સરકારે થોડા સમય પહેલાં જ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના કરી છે.આ યુનિવર્સિટી અંતર્ગત 172 કોલેજોનો સમાવેશ તેમાં થાય છે. પાંચ જિલ્લાનીકોલેજોમાં આશરે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમજ પ્રાધ્યાપકો અને વહીવટી કર્મચારીઓ મળી 1250 થી વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.ગુજરાત સરકારે આ યુનિવર્સિટી જુદી બનાવતા સમગ્ર વિસ્તારના સંચાલકો ઉપરાંત વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને ઘણી મોટી રાહત થઇ ગઇ છે.કારણ કે કોઇ પણ કામ અર્થે પહેલાં અમદાવાદ સુધીના આંટાફેરા ખાવા પડતા હતા.કારણ કે તમામ મહાશાળાઓ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવતી હતી.
સરકારે આટલી સુવિધા પુરી પાડી હતી ત્યારે બીજી તરફ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની એકઝીક્યુટીવ કાઉન્સીલના મેમ્બર તરીકે દાહોદ જિલ્લામાં વિવિધ શૈક્ષણિક સંસાથાઓના સંચાલક અને શિક્ષણવિદ એવા નરેન્દ્રભાઇ સોનીની નિયુકિત કરવામાં આવી છે.જેથી આ વિસ્તારના મહાશાળાઓના સંચાલકો અને યુનિવર્સિટી વચ્ચે તેઓ એક બંધ બનીને કાર્ય કરી શકશે અને પરિણામે સંચાલકો તેમજ વિદ્યાર્થીઓના કોઇ પ્રશ્નોનું નિરાકરણ સહેલાઇથી આવી શકશે.
નરેન્દ્રભાઇ સોની દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળના સભ્ય પણ છે ત્યારે સંચાલક મંડળના સભ્યને એક યુનિવર્સિટીના એક્ઝીક્યુટીવ કાઉન્સીલના સભ્યપદ મળવાનું બહુમાન પ્રાપ્ત થતાં સંચાલક મંડળના તમામ હોદ્દેદારો અને સભ્યોએ તેમનું સન્માન કર્યુ હતુ. આ સન્માન ટાંણે દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ ગોપાલભાઇ ધાનકા,મહામંત્રી મગનભાઇ જાટવા, માજી સાંસદ ડો.પ્રભાબેન તાવિયાડ, દાહોદ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ડો.કિશોરભાઇ તાવિયાડ, ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, કલસિંહભાઇ મેડા, પી.ડી.સોલંકી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.,

સંબંધિત પોસ્ટ

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin

દાહોદ શહેરના અંતિમ સ્વતંત્રતા સેનાનીએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા: અંગ્રેજોએ પ્રિયવદનભાઇ દેસાઇને 15 માસની સજા અને રૂ. 30 હજારનો દંડ ફટકાર્યો હતો

Panchayat Samachar24

ફતેપુરા તાલુકામાં ૧૫-માં નાણાપંચની ગ્રાન્ટ માંથી પુર્ણ થયેલા વિકાસ કામોના બીલોના નાણાંની ચુકવણીમાં વિલંબ કરવા મા આવતા સરપંચોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો: કામોની ચકાસણી કરી બીલો ચુકવવા માંગ

જાણો..કોરોનાના દર્દીઓની ગંભીર સ્થિતિ અને અકાળ મૃત્યુના કારણ-નિવારણ વિશે શું કહે છે ડો.કમલેશ નિનામા

Panchayat Samachar24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24

ફતેપુરા પોલીસે ગણતરીના દિવસોમા વાંદરીયા પુર્વ પ્રાથમીક શાળામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો: સગીર વયના એક આરોપી સહિત છ આરોપીઓની ચોરીના મુદામાલ સાથે ધરપકડ કરી

Panchayat Samachar24