કોરોના સંક્રમણ ના શુક્રવારે 27 અને શનિવારે 45 પોઝિટીવ કેસ નોંધાયા
સૌથી વધુ દાહોદ શહેર ના 45 પોઝિટીવ કેસ સામે આવ્યા
Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.15
સમગ્ર દાહોદ જીલ્લા સહિત શહેર મા જાન્યુઆરી મહિનામા કોરોના સંક્રમણ ના કેસો દિવસ દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જાન્યુઆરી ની તારીખ 14 અને 15 એમ બે દિવસમાં જ કોરોના સંક્રમણ ના 72 જેટલા પોઝિટીવ કેસ નોધાયા હતાં. જેમાં સૌથી વધારે દાહોદ શહેર માથી 54 કેસ સામે આવ્યા હતાં. આરોગ્ય વિભાગ તરફથી તારીખ 14મી જાન્યુઆરી ના રોજ 1724 RT-PCR અને 128 રેપીડ ટેસ્ટમાંથી 27 લોકો ના કોરોના સંક્રમણ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં દાહોદ શહેર માથી 18 કેસ જ્યારે દાહોદ ગ્રામ્ય માથી 4 કેસ, ઝાલોદ માથી 3 કેસ, દેવગઢ બારીઆ માથી 2 કેસ કોરોના પોઝિટીવ મળી આવ્યા હતાં.
જ્યારે બીજા દિવસે એટલે કે, 15મી જાન્યુઆરીના રોજ 2193 RT-PCR અને 667 રેપીડ ટેસ્ટ કરવામા આવ્યા હતા, જે માંથી 45 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા હતાં. જે પોઝિટીવ કેસો માંથી 36 જેટલા કેસ ફક્ત દાહોદ શહેરના જ હતાં. અને અન્ય પોઝિટીવ કેસો મા દાહોદ ગ્રામ્ય-1, ઝાલોદ નગર -1, ઝાલોદ ગ્રામ્ય-4, લીમખેડા-1, સીંગવડ-1, અને ગરાબાડા-1 કેસ નોધાયો હતો. દાહોદ જિલ્લામાં ધીમી ગતિએ કોરોના સંક્રમણ ના પોઝિટીવ કેસો મા વધારો જોવા મળી રહ્યો છે, અત્યાર સુધી કુલ – 212 પોઝિટીવ કેસ નોંધાઈ ચુક્ય છે જેને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ બન્યુ છે.