રાજ્ય સરકારે લીમખેડા અને સીંગવડ મા 14 નવા ગ્રામીણ રસ્તાઓને આપી મંજુરી
માર્ગ-મકાન વિભાગને રુપિયા 8.47 કરોડ ફાળવ્યા
Advertisement
ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે સરકારમાં કરી હતી રજૂઆતો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.16
લીમખેડા વિધાનસભા મતવિસ્તારના ગ્રામીણ રસ્તાઓ માટે સ્થાનિકોએ લીમખેડા ના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરને રજુઆતો કરી હતી, મતવિસ્તાર ના મતદારોની માંગણીઓને લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદી સમક્ષ રજૂઆત કરી હતી, ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઇ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા લીમખેડા વિધાનસભા મતવિસ્તાર ના લોકોની સુખાકારી માટે રૂપિયા 8.47 કરોડના ખર્ચે તૈયાર થનાર કુલ 14 પાકા રસ્તાઓને મંજુરી આપવામા આવી છે, જે નવિન મંજુર થયેલ રસ્તાઓ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ ને નાણાંની ફાળવણી પણ કરી દેવામા આવી છે.
રાજય સરકાર દ્વારા લીમખેડા વિધાનસભા વિસ્તાર માટે મંજુર કરેલા નવિન રસ્તાઓની યાદી જોઈએ તો
નાના હાથીધારા સ્મશાનથી જેતપુર સીમાડા સુધીનો રસ્તો, ફતેપુરા મુખ્ય રસ્તાથી નવા ફળિયા પ્રા.શાળા સુધીનો રસ્તો, ઉસરા ડામર રસ્તાથી લુહાર ફળિયા રોડ, ચિલકોટામાં ગોરાડ ફળિયા એપ્રોચ રસ્તો, દાતિયામાં દાહોદ હાઇવે થી ભીલ ફળીયા પ્રા.શાળા રસ્તો, ખેરિયમાં ગાયત્રી વિદ્યાલય માળ સુધીનો રસ્તો,છાપરવડ ગામતળ તોયણી સીમાડા સુધીનો તથા છાપરવડથી પીપળીયા રંધીપુર સીમાડા સુધીનો રસ્તો, બોરગોટા ડુંગરભીત ફળીય રસ્તો,છાપરવડ થી તોયણી તળાવ રસ્તો તારમી છાપરીથી સુડિયા ખોબરા ફળીય રસ્તો,વાલાગોટા મુખ્ય રસ્તાથી તાલુકા સભ્યના ઘર સુધીનો રસ્તો,માળ ફ.નાની સંજેલી પ્રા.શાળા રસ્તો કુમ્પુર ડુંગરભીત નિશાળ ફળિયા રસ્તો સહિતના કુલ 14 ગ્રામીણ રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે. જે રસ્તાઓની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક હાથ ધરવામા આવશે અને વહેલી તકે આ રસ્તાઓની કામગીરી પુર્ણ કરવામા આવશે.