
-
ગુજરાત મા ત્રીજા મોરચાની તૈયારીઓ શરૂ
-
આપ અને બીટીપી વચ્ચે ગઠબંધન નક્કી
-
૧લી મે ના રોજ કામરેજમાં મહાસંમેલન થશે જાહેરાત
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.22
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચુંટણીના ભણકારા વાગી રહ્યાં છે, તો બીજી તરફ ગુજરાત માથી ભાજપને સત્તા માથી દુર કરવા વિપક્ષ પણ રણનિતી તૈયાર કરવામા લાગી ગયુ છે, ગુજરાત મા બીટીપીએ આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન મુદ્દે એક મહત્વની બેઠક યોજી ત્રીજા મોરચાની તૈયારીઓનો આરંભ કરી દિધો છે .1 મે ના રોજ ગુજરાતનાં સ્થાપના દિવસે સુરત જીલ્લાના કામરેજ ખાતે આપ અને બિટીપીનું મહાસંમેલન યોજાશે જેમાં ગઠબંધનની જાહેરાત કરાશે.બિટીપીના સૌરક્ષક ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવા , બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા , બહાદુર વસાવા , ચૈતર વસાવા , રાજપીપલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મહેશ વસાવા સહિત મોટી સંખ્યામાં બિટીપીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા .





