ફતેપુરા તાલુકાના પીપલારા ગામે ઘાયલ અવસ્થામા મોર મળી આવતા સારવાર કરવામા આવી હતી.
દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના પીપલારા ગામે રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ અવસ્થામા મળી આવતા સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગ ના અધિકારીને જાણ કરવામા આવી હતી, પીપલારા જંગલ વિસ્તાર ના બીટગાર્ડ શીલાબેન ગણાવા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘાયલ અવસ્થામા પડેલ રાષ્ટ્રીય પક્ષી મોર ને સારવાર અર્થ ફતેપુરા પશુ દવાખાના ખાતે લઈ જવામા આવ્યો હતો, દવાખાનામા મોરની સારવાર કરાવ્યા બાદ મોરને ફોરેસ્ટ વિભાગ ની કચેરીએ લઈ જવામા આવ્યો હતો, મોર સંપુર્ણ સ્વસ્થ થયા બાદ તેને જંગલ મા છોડી મુકાશે તેમ બીટગાર્ડ શીલાબેન ગણાવાએ જણાવ્યુ હતુ.