Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

કોરોના સામે વેક્સિન રામબાણ ઉપાય: વેક્સિનના બંને ડોઝ લેનારા સંજીવભાઇએ કોરોના સંક્રમિત માતાની સેવા કરી પરંતુ કોરોના સ્પર્શયો પણ નહી

કોરોનાની વેક્સિન કેટલી અસરકારક છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ હોય તો સિંચાઇ વિભાગમાં અધિક મદદનીશ ઇજનેર તરીકે કામ કરતા શ્રી સંજીવભાઇ દેસાઇ છે. થોડા દિવસ પહેલા તેમના ૭૮ વર્ષના લકવાગ્રસ્ત માતાને કોરોના થયો અને હોસ્પીટલાઇઝ કરવા પડયા. માતા પથારીવશ હોય અને જાતે કશું કરવા સક્ષમ ન હોય સંજીવભાઇ અને તેમના ભાઇ ખાનગી હોસ્પીટલમાં તેમની સેવામાં રોકાયલા રહ્યા. સંજીવભાઇએ કોરોનાના બંને ડોઝ લીધે એક મહિના ઉપરાંતનો સમય થયો હતો એટલે તેમની માતા સાથે રહેવા છતાં તેમને કોરોના ન થયો. માતાને રજા આપ્યા બાદ કરાવેલો આરટીપીસીઆર ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો. બીજી તરફ તેમના ભાઇ કોરોનાગ્રસ્ત થયા હતા. જો કે અત્યારે તેઓ પણ સંપૂર્ણ સ્વસ્થ છે. મૂળ વાત એટલી સાબિત થાય છે કે વેક્સિનના બંને ડોઝ લીધા હોય તો તે કોરોના સામે રક્ષાકવચનું કામ કરે છે અને કોરોનાથી બચાવ થાય છે. અહીં સંજીવભાઇની વાત તેમના શબ્દોમાં જાણીએ.
તેઓ જણાવે છે કે, ‘‘હું સંજીવ દેસાઇ, સિંચાઇ વિભાગમાં ફરજ બજાવું છું. મારા મમ્મી ૭૮ વર્ષના છે અને છેલ્લા ૧૫ વર્ષથી લકવાગ્રસ્ત છે. તેમની વાચા પણ જતી રહી છે તથા પોતાનું કામ પણ પોતે નથી કરી શકતા. તેઓ સંપૂર્ણ પથારીવશ હોય અમે બે ભાઇ અને એક બહેન તેમનું છેલ્લા પંદર વર્ષથી ધ્યાન રાખીએ છીએ.
થોડા દિવસ પહેલા મારા ભાઇને તાવ આવ્યો. મારા ભાઇ, મમ્મીના આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા મારા મમ્મી પોઝિટિવ આવ્યા અને મારા ભાઇનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમને દાહોદની મહાવીર હોસ્પીટલમાં દાખલ રાખ્યા અને હું તથા મારો ભાઇ વારાફરતી મમ્મીની સંભાળ રાખવા માટે રોકાતા. મમ્મીને રજા આપ્યા ઘરે લાવ્યા પછી મેં પણ રેપીડ અને આરટીપીસીઆર બંને ટેસ્ટ કરાવ્યો જે નેગેટિવ આવ્યા હતા. પરંતુ મારા ભાઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે અત્યારે તેને સારૂ થઇ ગયું છે. મારી કોરોનાની વેક્સિનના બંને ડોઝ લીધાને એક મહિનો પૂરો થઇ ગયો હતો. એટલે મને વિશ્વાસ આવ્યો કે મેં વેક્સિનના બંને ડોઝ સમયસર લીધા છે તેથી જ કોરોનાનો ચેપ લાગ્યો નહી. વેક્સિનથી મને સારી એવી રોગપ્રતિકારક શક્તિ મળી છે. મારા અનુભવ પરથી કહું છું કે વેક્સિન મુકાવી હોય તો ઘણો ફાયદો છે. વેક્સિનના ફાયદા જોતાં હું આપ સૌને વિનંતી કરૂં છું કે જેમનો પણ વારો આવે તેઓ સૌ સત્વરે વેક્સિન લઇ લે. કોરોનાના દોરમાં માનસિક પણ સ્વસ્થ રહેવાનું છે. મેં મારી મમ્મીને પ્રતિકુળ સંજોગોમાં પણ ઘણી હિંમત આપી હતી અને સારવાર પર વિશ્વાસ રાખવા જણાવ્યું હતું.

સંબંધિત પોસ્ટ

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ: સારવાર અર્થે યુ.એન. મહેતામાં દાખલ

Panchayat Samachar24

ગુજરાત સરકાર ના મંત્રી બચુભાઇ ખાબડે દાહોદ જિલ્લામાં કોરોના વેક્સીનેશનના મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો

Panchayat Samachar24

દાહોદના વિકાસના શિલ્પી બચુભાઈ ખાબડની મધુર વાણીથી વિરોધીઓના ષડયંત્રો અને સત્તાના સપનાઓ ચકનાચૂર

Panchayat Samachar24

ખાંડનો વધુ પડતો ઉપયોગ લિવર અને હૃદયને કરી શકે છે ખરાબ: ગોળનો ઉપયોગ કરી આજીવન રહી શકશો તંદુરસ્ત

Panchayat Samachar24

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં માં દાખલ: કોરોના વેક્સીન ના બે ડોઝ લીધા હતા

Panchayat Samachar24

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin