દાહોદ જીલ્લા કોંગ્રેસ દ્વારા ૦૯ તાલુકાના સેવાદળ ના પ્રમુખની વરણી કરાઈ
ગુજરાત પ્રદેશ મહિલા કોન્ગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક પ્રગતિબેન આહીર ઉપસ્થિત રહ્યા
દાહોદ તા.23
આજ રોજ *તારીખ:૨૩/૬/૨૦૨૧ને બુધવાર* ના રોજ *સમય:બપોરે ૩:૦૦થી સાજે ૬:૦૦ સુધી* કાર્યકારી પ્રમુખ હર્ષદભાઇ નીનામાની ઓફીસ(કોંગ્રેસ કાર્યાલય),કોલેજ રોડ,દાહોદ ખાતે *સંગઠન પર્વ* ના હેતુથી *દાહોદ જીલ્લા કોંગ્રેસ સેવાદળ* ની *કારોબારી બેઠક* યોજાઈ હતી. કોન્ગ્રેસ પક્ષના નિર્માણકર્તા એવા પાયાના સંગઠન સેવાદળની દાહોદ જીલ્લાના કુલ ૯(નવ)તાલુકા જેમાં *ફતેપુરામાં અલ્પેશભાઇ બરજોડ*, *સંજેલીમાં નિમેશભાઇ ગરાસિયા*, *ઝાલોદમાં મુકેશભાઇ ભાભોર*, *દાહોદમાં પારૂભાઇ બીલવાળ* *લીમખેડામાં સંજયભાઇ તડવી*, *સીગવડમાં રાજેન્દ્રભાઇ કટારા*, *ગરબાડામાં ગોવિંદભાઇ પલાસ*, *ધાનપુરમાં રસુલભાઇ સંગોડ*, *દેવગઢબારીયામાં શૈલેષભાઇ વડેલ* તથા ૩(ત્રણ) શહેર જેમાં *ઝાલોદ શહેરમાં પ્રમેજીભાઇ રાઠોડ*, *દાહોદ શહેરમાં હેમંતકુમાર પરમાર*, *દેવગઢબારીયા શહેરમાં હાર્દિકસિંહ ઝાલા* એમ કોન્ગ્રેસ સેવાદળના પ્રમુખશ્રીઓની નવી નિમણૂંક કરી સૌ સેવાદળના સૈનિકોને સક્રિય રહીને પુરા ખંતથી તથા પોતાની દુરદર્શી સુઝબુઝથી આ નવી જવાબદારી નિભાવશો એવી અપેક્ષાઓ સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
જેમાં ગુજરાત પ્રદેશ મહિલા કોન્ગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક *પ્રગતિબેન આહીર*,ગુજરાત પ્રદેશ કોન્ગ્રેસ સેવાદળના ઉપપ્રમુખ શ્રી *લક્ષ્મણસિંહ ખાટ*,દાહોદ જીલ્લા કોન્ગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ *હર્ષદભાઇ નીનામા*,દાહોદના માજી સાસદ *ડો.પ્રભાબેન તાવિયાડ*, દાહોદ વિધાનસભાના ધારાસભ્ય *શ્રી વજુભાઇ પણદા*, ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય *શ્રી ચંદ્રિકાબેન બારીયા*, દાહોદ જીલ્લા કોન્ગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક *અજીતસિંહ સંગાડા*,દાહોદ જીલ્લા કોન્ગ્રેસના મુખ્ય પ્રવકતા *ઇશ્વરભાઇ પરમાર*,ગુજરાત પ્રદેશ યુવા કોન્ગ્રેસના મહામંત્રી *નિકુંજભાઇ મેડા*,દાહોદ તાલુકા કોન્ગ્રેસના પ્રમુખ *હરીશભાઇ નાયક*,દાહોદ શહેર કોન્ગ્રેસ સમિતિના પ્રમુખ *મોઇનભાઇ કાઝી*,સીગવડ તાલુકા કોન્ગ્રેસના પ્રમુખ *સુરેશભાઇ બારીયા* વગેરે હોદ્દેદારોએ ઉપસ્થિત રહી સેવાદળના સંગઠનલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યો હતુુ.