Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

ગુજરાત રાજ્યના 9 જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન ખાતાએ કરી આગાહી, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના, 20 જિલ્લાઓમાં ‘Yello’ , 6 જિલ્લામાં ‘Orange’ એલર્ટ

  •  24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસ્યો વરસાદ
  • રાજ્યનાં જળાશયોમાં 74% પાણીનો સંગ્રહ, 61 ડેમ પુર્ણ સપાટી સુધી ભરાયા
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.28
ગુજરાત રાજ્યના હવામાન વિભાગે  આગાહી કરી હતી કે, રાજ્યના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, ભાવનગર, અમરેલી,આણંદ અને રાજકોટમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે.
સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે આજે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ, જ્યારે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર- સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદ માટેનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બુધવારે વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં અતિભારે-નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ભારે જ્યારે ગુરુવારે રાજકોટમાં અતિભારે અને વલસાડ, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે.

સંબંધિત પોસ્ટ

ભારત રત્ન લતા મંગેશકરનું કોરોના સંક્રમણ ના કારણે થયુ અવસાન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ચાહકોમા શોકનો માહોલ છવાયો

Panchayat Samachar24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ સંબોધશે: સવારે 11 વાગ્યે થશે પ્રસારિત

Panchayat Samachar24

કોરોના સંક્રમણ માંથી છુટકારો મેળવી સ્વસ્થ થયા પછી પણ લોકોનું મૃત્યુ થવાનો કે ગંભીર બિમારી થવાનો ખતરો યથાવત : રિસર્ચ

Panchayat Samachar24

ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવની અસર: કેનેડિયન ગાયક શુભનીતસિંહનો “બુક માય શો” દ્વારા રદ કરવામાં આવ્યો

Panchayat Samachar24

દાહોદ શહેરમાં સ્માર્ટસિટી અંતર્ગત મંથરગતિએ ચાલતા કામોના કારણે શહેરીજનો ત્રાહિમામ: શહેરના બિસ્માર રસ્તાઓ સહિતની અનેક સમસ્યાઓથી પીડાતા શહેરીજનો

Panchayat Samachar24

અમરેલીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા

Panchayat Samachar24