સવારના 7 વાગ્યા થી શાંતિપૂર્ણ રીતે થઈ મતદાન ની શરૂઆત
Advertisement
કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે મતદાન મથક પર પોલીસ બંદોબસ્ત ગોઢવવા માં આવ્યો
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
દાહોદ જીલ્લા ની ત્રણ તાલુકા પંચાયત ની પેટા ચૂંટણી માટે આજે ત્રીજી ઓક્ટોબરના રોજ સવારના સાત વાગ્યાથી મતદાન મથકો ઉપર મતદાન શરૂ થયું છે, ત્યારે દાહોદ તાલુકાની આગાવાડા બેઠક, ગરબાડા તાલુકાની સીમલિયા બુઝર્ગ બેઠક અને દેવગઢ બારીઆ તાલુકાની કેલીયા બેઠક ની તાલુકા પંચાયત ની ખાલી પડેલી ત્રણ બેઠકો ઉપર મતદાન મતદારો મતદાન માટે સવારથી જ લાઈનોમાં લાગેલા છે મતદારોમાં પણ ચૂંટણીને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ એમ બંને પાર્ટીના ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે જોવા મળી રહ્યો છે મતદાન મથક ઉપર કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આજે 05:00 સુધી આ ત્રણેય બેઠકો ઉપર મતદાન યોજાશે પાંચ વાગ્યા બાદ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થશે અને ચૂંટણી મા થયેલ મતદાનની ગણતરી બાદ ઉમેદવારો ના હાર જીત નું પરિણામ જાણી શકાશે.