Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ LCB પોલીસે છટકું ગોઠવી રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતા ઈસમને 11 ઈન્જેકશન તથા રુપિયા 75,000 રોકડા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો

દાહોદ જીલ્લાની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને આપવામાં આવતા રેમડેસિવિર ઇન્જેકશનની અછત જોવા મળી રહી છે. આવા કપરાકાળમાં દાહોદમાં રેમડેસિવિર ઈન્જેકશન નો કાળા બજાર કરી વધુ ભાવમાં ઈન્જેકશન વેચતો ઈસમ ઝડપાઇ જતાં ઘણાંની પોલ ખુલી ગઇ છે. પોલીસે આ ઈન્જેકશન નો કાળા બજાર કરતા ઈસમની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. હવે આ તપાસનો રેલો આગળ ક્યાં સુધી પહોંચશે તે હાલ કહેવું મુશ્કેલ છે.

દાહોદ શહેરની સરકારી ઝાયડસ હોસ્પિટલ સહિત અન્ય ખાનગી હોસ્પિટલોમાં એક પણ બેડ ખાલી નથી. કોરોનાના દર્દીઓને લઇને પરિવારજનો હોસ્પિટલે હોસ્પિટલે ફરી રહ્યા છે. વહીવટી તંત્ર હજી પણ લીપાપોતીમાં વ્સસ્ત છે. કારણ કે રોજ બતાવાતાં પોઝિટિવના આંકડા એક માયાજાળ સમાન બની ગયા છે. રેમડેસિવિર ઇન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ હોવાની ગુલબાંગો વચ્ચે ઇન્જેકશન માટે પણ દર્દીઓના સંબંધીઓ હાથમાં નાંણા લઇને પણ વલખાં મારી રહ્યા છે.

બીજી તરફ દાહોદમાં સ્ટેશન રોડ પર આવેલી ક્રિષ્ના ભોજનાલયમાં દાહોદ એલસીબી પોલીસે છટકું ગોઠવીને રેમડેસિવિરના કાળા બજાર થતાં હોવોનો પર્દાફાશ કર્યો છે. જેમાં ગોધરા રોડ પર માં પાર્વતી નગરમાં રહેતો કમલેશ ગટુલાલ રાજપુરોહિત આ ઇન્જેકશનનું વેચાણ કરતો હોવાનું જણાતા પોલીસે ડમી ગ્રાહક મોકલીને ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરમાં લોકો એક એક ઇન્જેકશન માટે તરસી રહ્યાં છે. ત્યારે આ ગઠિયા પાસેથી 11 ઇન્જેક્શન મળી આવ્યા હતા. રૂ. 75,000 રોકડા અને 5000 રુ.ના મોબાઇલ સાથે 1,39,400 રુ.નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આરોપી ઈસમની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધી ઈન્જેકશન ના કાળા બજારના કોભાડની તપાસ શરુ કરી છે.

સંબંધિત પોસ્ટ

ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા: કોરોના સંક્રમણ ફેલાવાની ભીતી 

Panchayat Samachar24

લીમડીના વંશ બેવરેજીશ અને આર.ઓ. વોટર સપ્લાયર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામા આવી

Panchayat Samachar24

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin

ગરબાડામાં ડેન્ગ્યુ-મલેરિયા અટકાવવા એન્ટીલાર્વલ ઝુંબેશનો પ્રારંભ, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

ફતેપુરા નગર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દુર કરવામા બેદરકારી દાખવનાર સરપંચ-તલાટી કમ મંત્રીને તાલુકા વિકાસ અધિકારીએ નોટીસ ફટકારતા ખળભળાટ

દાહોદ જીલ્લામાં નવિન જીલ્લા સમાહર્તા તરીકે ચાર્જ સંભાળતા ડો. હર્ષિત ગોસાવી: કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આવકાર આપી નવિન જીલ્લા કલેકટરને ચાર્જ સુપ્રત કર્યો

Panchayat Samachar24