Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારફતેપુરા

ફતેપુરા તાલુકાના સુખસર ખાતેની શૈક્ષણિક સંસ્થાઓમાં વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ તિરંગો લહેરાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી

  • સુખસરની શૈક્ષણિક સંસ્થાઓમાં દંડક રમેશભાઈ કટારા ના હસ્તે તિરંગાને સલામી અપાઇ
  • કન્યા વિદ્યાલય, બી.એડ કોલેજ, આર્ટ્સ કોલેજ, આઇ. ટી. આઇ, ખાતે ચુસ્ત સલામતી સાથે ઉજવણી કરાઈ
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.26
ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં આવેલ જય સીતારામ કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં સરકારશ્રીના કોરોના ગાઇડલાઇન મુજબ 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરા ના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ના હસ્તે તિરંગાને માનભેર સલામી આપવામાં આવી હતી.

 

બી.એડ કોલેજ કન્યા વિદ્યાલય આર્ટસ કોલેજ પ્રાયમરી શાળા આઇ ટી આઇ ના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા હાલમાં કોરોના મહામારી ચાલતી હોવાથી સરકારશ્રીના નિયમો સાથે ઉજવણી કરવામાં આવી હતી દંડક રમેશભાઈ કટારા દ્વારા કોરોના મહામારી દરમિયાન સાવધાની રાખવી અને નિયમોનું ચુસ્ત પાલન કરવું રસીકરણ કરાવવું જે બાબતની સૂચનાઓ આપવામાં આવી હતી.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

ગાયનું છાણ અને ગૌમુત્ર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામા મદદરૂપ થઈ શકે છે : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

Panchayat Samachar24

સ્માર્ટ સીટી દાહોદને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડનાર 50% કર્મચારીઓજ કોરોના સંક્રમિત થતા પ્રાથમિક સેવાઓ ઠપ

Panchayat Samachar24

સીંગવડમાં મચ્છર જન્ય બીમારી ડેન્ગ્યુ ના દર્દીઓમા વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમા આવ્યુ: ફોગીંગ ની કામગીરી હાથ ધરાઈ

Panchayat Samachar24

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પદભાર સંભાળતા શ્રી મિલિંદ બાપના

Panchayat Samachar24

દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને છેલ્લા બે માસથી પગારથી વંચિત: એમ.જે.સોલંકી એજન્સી દ્વારા પગાર મામલે હાથ ઉંચા કરતા કર્મચારીના જીવ તાળવે ચોટ્યા

Panchayat Samachar24

લીમખેડા અને સીંગવડ તાલુકાના 14 નવિન ગ્રામીણ રસ્તાઓને રાજ્ય સરકારે આપી મંજુરી, નવિન રસ્તાઓ બનાવવા માર્ગ-મકાન વિભાગને રૂપીયા 8.47 કરોડ ફાળવ્યા: લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે નવિન રસ્તાઓ માટે કરી હતી રજુઆત

Panchayat Samachar24