Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદફતેપુરા

ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા: કોરોના સંક્રમણ ફેલાવાની ભીતી 

  • ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા 
  • મામલતદાર કચેરીમા જ કોરોના ગાઈડ લાઈન નુ પાલન નહિ થતા અનેક સવાલો ઉઠ્યા 
  • Advertisement

 

ફતેપુરા મામલતદાર કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ નિયમના ધજાગરા ઉડતા દ્રશ્યો જોવા મળ્યા હતા. કચેરીમાં વિવિધ કામગીરી માટે આવતાં અરજદારોની લાંબી કતારો જોવા મળી હતી. અરજદારોની ભીડ અને કોરોના વાયરસના આંતરિક  સંક્રમણની દહેશત વચ્ચે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જરૃરી જણાય રહ્યું છે.
કોરોના મહામારી વચ્ચે આશિક લોકડાઉન બાદ હવે સરકાર દ્વારા કેટલીક છુટછાટો આપી છે. પરંતુ કોઈપણ સંજોગોમા જાહેર જનતાને કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક અને સોશિયલ  ડિસ્ટન્સની બાબત ઉપર ખાસ ભાર મૂકી અમલ કરવા અપીલ કરી રહી છે.
એક તરફ સરકારના નિયમ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના અમલીકરણ માટે સંલગ્ન વિભાગ ભંગ થતો જણાય ત્યાં પગલાં પણ ભરી નિયમોનું  પાલન કરાવી રહ્યા છે. પરંતુ જેની સામે  કેટલીક સરકારી કચેરીઓમાં જ સરકારના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળે છે. ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારો વિવિધ કામગીરી માટે મોટી સંખ્યા આવ્યા હતા.પોતાની જરૃરિયાત માટે અરજદારો કચેરીમાં આવવું પડે એ જરૂરી જ છે.
પરંતુ મામલતદાર કચેરીમાં ઓછી જગ્યાને લઈ કોરોના વાયરસના આંતરિક સંક્રમણ અટકાવવા સરકારે અમલમાં મુકેલા સોશિયલ  ડિસ્ટન્સ નિયમ પાલનના ધજાગરા ઉડતા દ્રશ્યો જોવા મળ્યા હતા.હાલ  અરજદારોને આવકના દાખલા સહિતની કામગીરી માટે મામલતદાર કચેરી જ વિકલ્પ છે.
ફતેપુરા મામલતદાર કચેરી દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે એ પ્રકારે વ્યવસ્થા કરી કામગીરી કરવામાં આવે એ અત્યંત જરૃરી જણાય રહ્યું છે.

સંબંધિત પોસ્ટ

લીમખેડા ગ્રામ પંચાયત ચૂંટણી: નિરસતા વચ્ચે રસપ્રદ બનશે ચૂંટણી, પ્રજાપતિ-ભરવાડ સમાજની ચાલ પર સૌની નજર: ગ્રામજનોમાં ઉત્સાહનો અભાવ, સરપંચના ઉમેદવારોને વોર્ડ સભ્યો શોધવામાં મુશ્કેલી, 22 જૂને મતદાન

Panchayat Samachar24

જાણો..કોરોનાના દર્દીઓની ગંભીર સ્થિતિ અને અકાળ મૃત્યુના કારણ-નિવારણ વિશે શું કહે છે ડો.કમલેશ નિનામા

Panchayat Samachar24

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ નગરમાં પેડલ ટુ કાલી ડેમ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું: દાહોદ કલેક્ટર ડો.હર્ષિત ગોસાવીએ સાયકલ રેલીને ફલેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો

Panchayat Samachar24

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પદભાર સંભાળતા શ્રી મિલિંદ બાપના

Panchayat Samachar24

ઝાલોદની આઈ.પી. મિશન હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓને વન્યસૃષ્ટિનો પરિચય કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત લીમખેડાની સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24