દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ સાયકલ રેલીને ફલેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો
Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.03
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ નગરમાં પેડલ ટુ કાલી ડેમ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ અને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ વહેલી પરોઢે સાયકલ રેલીને ફલેગ ઓફ કરાવી પ્રારંભ કરાવ્યો હતો. નગર પાલિકા પ્રમુખ રીના પંચાલે આ સાયકલ રેલીમાં ભાગ પણ લીધો હતો. આ સાયકલ રેલી દાહોદ નગરનાં વિવિધ વિસ્તારોમાં થઇને જિલ્લા સેવા સદનના રસ્તે કાલી ડેમ પહોંચી હતી અને ત્યાર બાદ વિશ્રામગૃહ દાહોદ ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું. ૮૦ થી વધુ સાયકલ સવારોએ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. દાહોદ જિલ્લામાં પણ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજીને આઝાદીના ઇતિહાસથી નવી પેઢીને અવગત કરવામાં આવી રહી છે.