મામલતદાર કચેરીમા જ કોરોના ગાઈડ લાઈન નુ પાલન નહિ થતા અનેક સવાલો ઉઠ્યા
Advertisement
ફતેપુરા મામલતદાર કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ નિયમના ધજાગરા ઉડતા દ્રશ્યો જોવા મળ્યા હતા. કચેરીમાં વિવિધ કામગીરી માટે આવતાં અરજદારોની લાંબી કતારો જોવા મળી હતી. અરજદારોની ભીડ અને કોરોના વાયરસના આંતરિક સંક્રમણની દહેશત વચ્ચે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જરૃરી જણાય રહ્યું છે.
કોરોના મહામારી વચ્ચે આશિક લોકડાઉન બાદ હવે સરકાર દ્વારા કેટલીક છુટછાટો આપી છે. પરંતુ કોઈપણ સંજોગોમા જાહેર જનતાને કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની બાબત ઉપર ખાસ ભાર મૂકી અમલ કરવા અપીલ કરી રહી છે.
એક તરફ સરકારના નિયમ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના અમલીકરણ માટે સંલગ્ન વિભાગ ભંગ થતો જણાય ત્યાં પગલાં પણ ભરી નિયમોનું પાલન કરાવી રહ્યા છે. પરંતુ જેની સામે કેટલીક સરકારી કચેરીઓમાં જ સરકારના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળે છે. ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારો વિવિધ કામગીરી માટે મોટી સંખ્યા આવ્યા હતા.પોતાની જરૃરિયાત માટે અરજદારો કચેરીમાં આવવું પડે એ જરૂરી જ છે.
પરંતુ મામલતદાર કચેરીમાં ઓછી જગ્યાને લઈ કોરોના વાયરસના આંતરિક સંક્રમણ અટકાવવા સરકારે અમલમાં મુકેલા સોશિયલ ડિસ્ટન્સ નિયમ પાલનના ધજાગરા ઉડતા દ્રશ્યો જોવા મળ્યા હતા.હાલ અરજદારોને આવકના દાખલા સહિતની કામગીરી માટે મામલતદાર કચેરી જ વિકલ્પ છે.
ફતેપુરા મામલતદાર કચેરી દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે એ પ્રકારે વ્યવસ્થા કરી કામગીરી કરવામાં આવે એ અત્યંત જરૃરી જણાય રહ્યું છે.