વિદ્યાર્થીઓ પણ વન્યસૃષ્ટિ પ્રત્યે પરિચિત બને એવા ઉદ્દેશ સાથે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આઈ.પી. મિશન હાયર સેકન્ડરી સ્કૂલ, ઝાલોદ ખાતે નાયબ વન સંરક્ષક, દાહોદના માર્ગદર્શનથી સા.વ. રેંજ ઝાલોદ દ્રારા પરીક્ષેત્ર વન અધિકારી સહિતના કર્મયોગીઓ દ્વારા વન્યજીવ તથા પર્યાવરણ સંરક્ષણ વિશે શાળાના બાળકોને માહિતગાર કરવામાં આવ્યા. તદઉપરાંત શાળાના બાળકોમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તથા વન્યજીવ અને પર્યાવરણને લગતા સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું. શાળાના બાળકોને તુલસી, દાડમ, જામફળ, શેતુર વગેરે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.