ફતેપુરા તાલુકા ના મુખ્ય મંથકે કરોડો રૂપિયા ની જગ્યા ઓ પચાવી પાડી ગેરકાયદેસર બાંધકામ કરતા ખાનગી જમીન માલીકો ને છુટોદોર
ફતેપુરા ગ્રામપંચાયત, સરકારી તંત્ર ની રહેમ નજર હેઠળ જમીન માફીયા ઓને ધી કેળા
Advertisement
સરકારી માપણી કરતા વિભાગોની માપણી પણ શંકાના દાયરામા
ફતેપુરા તાલુકા માં દિન પ્રતિ દિન જમીન માફીયાઓ એ માથું ઉચકયુ છે ફતેપુરા ગ્રામપંચાયત થી લઇને તાલુકા પંચાયત મામલતદાર કચેરી સહિત જીલ્લા ના અધિકારીઓ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વો સામે કાયઁવાહી ન કરતા ખાનગી જમીન માલીકો ને મોકળું મેદાન મળ્યુ છે ફતેપુરા માં છેલ્લા છ મહિના માં કરોડો રૂપિયા ની સરકારી જમીનો માં ગેરકાયદેસર બાંધકામો થવા પામ્યા છે ત્યારે સરકારી તંત્ર દેખતી આંખે આંખ આડાકાન કરી રહ્યું છે જેને લઇને અધિકારી ઓની કામગીરી પણ શંકાના દાયરામા આવી છે ફતેપુરા મામલતદાર કચેરી ના મેઇન ગેટ નજીક સરકારી જગ્યા મા ખાનગી જમીન માલીકે પોતાની જગ્યા ની સાથે સાથે સરકારી જગ્યા નો ખરાપો ખોદી ગેરકાયદેસર બાંધકામ કરી બે માળ નુ કોમ્પલેક્ષ બનાવી કરોડો રૂપિયા ની જમીન પચાવી ભષ્ટ્રાચાર આચરયો છે તેની જ સામે આવેલ વષો જુના પાણીના નાળા પર ખાનગી જમીન માલીક દ્વારા વીસ ફુટની પોતાની જગ્યા પર ચાલીસ ફુટ જેટલી જગ્યા દબાવી કરોડો રૂપિયા ની જગ્યા ચાઉં કરવામાં આવી છે ફતેપુરા ના ગ્રામતળ વિસ્તાર સહિત નજીક મા આવેલ સરકારી ખરાપાઓ માં લોકો દ્વારા બે ફામ ડુંગરાઓ ખોદી સરકારી જગ્યાઓ સરખી કરી મકાનો બાંધવામાં આવી રહ્યા છે ત્યારે હાલ મા જ બે દિવસ અગાઉ રાત્રિના સમયે ફતેપુરા નગર માં આવેલ વષોજુના તળાવની પાળ ખાનગી જમીન માલીક દ્વારા તોડી પાડી સરકારી પાળ ની જગ્યા સરખી કરી પચાવી પાડવાનો પ્રયાસ કરાયો છે તંત્ર દ્વારા સરકારી જગ્યાઓ મા ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વો ને વોરનીગ આપી, નોટીસ આપી સંતોષ માણવામા આવે છે પરંતુ કડક કાયઁવાહી કરાતી નથી જમીન ની માપણી પણ સરકારી વિભાગો દ્વારા ખોટી કરી ખાનગી જમીન માલીકો ને ફાયદો કરાતો હોવાનો ગામ લોકો બળાપો કરી રહ્યા છે ફતેપુરા માં સરકારી તંત્ર ની રહેમ નજરને લઇને લોકો સરકાર પ્રત્યે રોષ ઠાલવી રહ્યા છે તંત્ર દ્વારા જમીન માફીયા ઓ વિરુદ્ધ કડક હાથે કાયઁવાહી ન કરાતા ફતેપુરા તાલુકા ના લોકો સરકાર પ્રત્યે રોષ ઠાલવી રહ્યા છે