Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદલીમખેડા

વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત લીમખેડાની સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો

  • વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત લીમખેડાની સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો
પંચાયત સમાચાર24,દાહોદ,તા.05
દાહોદ જિલ્લામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં આ નિમિત્તે યોજાઇ રહેલા વિવિધ કાર્યક્રમોના ક્રમમાં આજે નાયબ વન સંરક્ષક આર. એમ. પરમારના માર્ગદર્શન હેઠળ બારીયા વન વિભાગ તથા સામાજિક વનીકરણ વિભાગ, દાહોદની સંયુક્ત કાર્યશાળા સાયન્સ કોલેજ, લીમખેડા ખાતે યોજાઇ હતી.
કાર્યક્રમમાં મદદનીશ વન સંરક્ષક પ્રશાંત તોમરએ વન્ય જીવ સંરક્ષક ધારો ૧૯૭૨ અંતર્ગત કાયદાઓ બાબત માર્ગદર્શન આપ્યું. મદદનીશ વન સંરક્ષક દેવગઢ બારીયા ડો. મીનલ જાનીએ ગુજરાતની જૈવિક વિવિધતા વિગતે વાત કરી હતી. ભારતના વિવિધ ટાઇગર રિઝર્વની આસપાસના અર્થતંત્ર વિશેની રસપ્રદ માહિતી આપી હતી. કાર્યક્રમમાં બારીયા વન વિભાગ તથા દાહોદ વન વિભાગના તમામ મદદનીશ વન સંરક્ષક, પરિક્ષેત્ર વન અધિકારીઓ, ફોરેસ્ટરો, બીટગાર્ડ તથા વટેડા મંડળીના સભ્યો તથા પ્રકૃતિ મિત્ર મંડળના સંભ્યો સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
Advertisement

સંબંધિત પોસ્ટ

દેવગઢ બારીઆ નગરના ઐતિહાસિક ટાવરનું રિનોવેશન બાદ નગર પાલિકા પ્રમુખ ડો. ચાર્મી સોની દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ

Panchayat Samachar24

ફતેપુરા નગર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દુર કરવામા બેદરકારી દાખવનાર સરપંચ-તલાટી કમ મંત્રીને તાલુકા વિકાસ અધિકારીએ નોટીસ ફટકારતા ખળભળાટ

દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા નજીકથી પીપલોદ પોલીસે રુપીયા 11.38 લાખનો વિદેશી દારુ મળી કુલ 16.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમોની ધરપકડ કરી

Panchayat Samachar24

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા તેજસ પરમાર: જિલ્લા પંચાયતમાં વિવિધ શાખાધિકારીઓ સાથે બેઠક યોજી

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ જિલ્લામાં પત્રકારો સાથે પ્રેસ પરિસંવાદ યોજાશે

Panchayat Samachar24

દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી અને પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનના એસાઇન્મેન્ટની ભેટ આપી લગ્નતિથિની અનોખી ઉજવણી કરી

Panchayat Samachar24