ફતેપુરા નગરમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી માલીકીની જમીનો પર ભૂ-માફિયાઓ દ્રારા ગેરકાયદેસર દબાણ કરી દેવાયા છે, જે દબાણો દૂર કરવા માટે ફતેપુરાના ગ્રામજનો દ્વારા અનેકવાર સ્થાનીક મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆતો કરવામા આવી છે. અરજદારોની રજુઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નહિ કરવા મા આવતા લોકમાં ભારે રોષ ફેલાયો હતો, છેલ્લા બે દિવસથી ફતેપુરા નગરના દબાણો બાબતે સોશિયલ મીડિયામાં સમાચારો ના મેસેજ વાયરલ થતાં ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી તાત્કાલિક હરકતમા આવ્યા હતા અને તાત્કાલિક દબાણો દૂર કરી અહેવાલ મોકલવા ગ્રામ પંચાયતને નોટિસ ફટકારી હતી. ગ્રામ્ય કક્ષાએ સરકારી જમીનની જાળવણી કરવાની જવાબદારી તલાટી કમ મંત્રી અને સરપંચ ની હોવા છતા ફતેપુરા ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા દબાણો દુર કરવા કોઈ અસરકારક કાર્યવાહી નહિ કરવામા આવતા ગ્રામજનો મા પંચાયત ની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. ગ્રામ પંચાયત ને પંચાયત ધારો -૧૯૯૩ ની કલમ- ૧૦૫ – અન્વયે દબાણો દુર કરવાની સત્તાઓ સરકાર દ્વારા ગ્રામ પંચાયતને સોપેલ છે. પંચાયત ગેરકાયદેસર થયેલ દબાણો દુર કરવામા નિષ્ફળ જાય તો ગ્રામ પંચાયત ના સરપંચ અને તલાટી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જોગવાઇ પંચાયત ધારામા કરવામા આવી છે, ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામપંચાયતને નોટીસ આપી તાત્કાલિક દબાણ દુર કરી અહેવાલ સુપ્રત કરવા જણાવતા ભૂ-માફિયાઓ મા ખળભળાટ મચી જવા પામ્યો હતો.