Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદ

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મા ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયુ: પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખને પાર, જીલ્લાના ૯૩.૩૮ ટકા લોકોએ વેક્સિન લીધી

  • દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ ક્ષેત્રે વધુ એક સિમાચિહ્ન, ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ
  • કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખથી વધુ, ૯૩.૩૮ ટકા લોકોને રસીકરણ
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર૨૪, તા.૨૭
દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ ક્ષેત્રે વધુ એક સિમાચિહ્ન સર કર્યું છે. દાહોદ જિલ્લાના ૬૯૬ ગામોમાંથી ૫૯૬ ગામો ૧૦૦ ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થતાં કોરોનાથી સુરક્ષિત બન્યા છે. જિલ્લામાં કોરોના વેક્સિન લેનારાની કુલ ટકાવારી જોઇએ તો ૯૩.૯૮ ટકા થઇ છે. દાહોદ જિલ્લામાં કોરોના વેક્સિન માટે લાયક કુલ ૧૫,૩૭,૭૩૭ લોકોમાંથી ૧૪,૪૫,૨૧૫ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. જયારે ૪,૯૪,૦૨૧ લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
જિલ્લાનાં જે ગામોમાં કોરોના વેક્સિનની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઇ છે તેની વિગતો જોઇએ તો દાહોદનાં ૮૬, ગરબાડાના ૩૩, ધાનપુરનાં ૬૦, દેવગઢ બારીયાનાં ૭૫, ફતેપુરના ૫૨, લીમખેડાના ૮૧, સીંગવડનાં ૬૫, ઝાલોદનાં ૮૯, સંજેલીના ૫૫ ગામોમાં વેક્સિનને લાયક નાગરિકોને વેક્સિન આપી દેવામાં આવી છે.

સંબંધિત પોસ્ટ

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin

ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા: કોરોના સંક્રમણ ફેલાવાની ભીતી 

Panchayat Samachar24

દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ધર્મ સ્થાન કબીર કિર્તી મંદિર લીલવાસર ખાતે ચલાઉ ચોકા આરતી મા ઉપસ્થિત રહ્યા

Panchayat Samachar24

દાહોદ જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું : આરોગ્યની ૨૬૧૩ ટીમો દરરોજ 3-લાખ લોકોની કરેછે આરોગ્ય તપાસ : આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની ખાસ કીટ તૈયાર કરવામાં આવી

Panchayat Samachar24

દાહોદ પોલીસ દ્વારા ૭૦૦થી વધુ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વર્ગનો પ્રારંભ કરાવતા જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર

Panchayat Samachar24

​​​​​​​દાહોદમાં કોરોનાથી સ્થિતિ વધુ ન વણસે તે માટે સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરતા નગરપાલીકાના પ્રમુખ રીના પંચાલ

Panchayat Samachar24