Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોના બાળકોની આરોગ્યની ચિંતા કરતા દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની: બાળકોનુ મેડીકલ ટીમ મારફતે ચેકઅપ કરાવી સારવારની વ્યવસ્થા કરાવી

  • ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોના બાળકોની આરોગ્ય તપાસ કરી
  • સગર્ભાઓને સુપોષિત કરાશે,આધાર, આયુષ્માન કાર્ડ પણ આપવામાં આવશે
  • Advertisement
  • દાહોદમાં બાળ કલ્યાણ સમિતિ કાચા ઝુંપડામાં વસતા ગરીબ પરિવારોની વ્હારે આવી
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.05
દાહોદ શહેર તેમજ તેની આસપાસ કેટલાયે ગરીબ અને નિરાધાર પરિવારો વસવાટ કરે છે.આવી જ એક વસાહત પરેલ પાસે આવેલી છે.આ વસાહતમાં આજે બાળ કલ્યાણ સમિતિએ મુલાકાત લીધી હતી અને બાળકોની આરોગ્ય ચકાસણી કરાવી હતી.ઉપરાંત જરુરી દસ્તાવેજો પણ આવા ગરીાબ પરિવારોને મળી રહે તેના માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દાહોદમાં પાસે પરેલમાં મેડીકલ કોલોની પાસે એક વસાહત આવેલી છે.જેમાં કાચા મકાનોમાં ગરીબ પરિવારો રહે છે.તે પૈકીના કેટલાક લોકો ભિક્ષાવૃત્તિ કરે છે તો કેટલાક પરિવારો ફુગ્ગા કે વિવિધ પ્રકારના રમકડાં વેચીને પોતાનુ ગુજરાન ચલાવે છે.આ તમામ પરિવારોની હાલત કફોડી છે ત્યારે ઘમી વખત સેવાભાવીઓ આવા પરિવારોને જરુરી ચીજ વસ્તુઓનું દાન કરે છે પરંતુ તે તેમના માટે પુરતું હોતુ નથી.જેથી ગુજરાત સરકારની બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્ર સોની, બાળ સુરક્ષા વિભાગની ટીમ અને આરોગ્ય કર્મીઓએ સાગમટે આજે આ વસાહતની મુલાકાત લીધી હતી.સાૈ પ્રથમ તમામ બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.તેમાંથી એક બાળકનવે હ્રદયની બીમારી હોવાનું માલુમ પડતાં તેને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.

આ બાળકો પૈકી કેટલા બાળકો શાળાએ જાય છે તો કેટલા બાળકો શાળાએ કેમ જઇ શક્તા નથી તેની જાણકારી પણ મેળવી તમામ બાળકો શિક્ષણ મેળવે તેની તજવીજ પણ શરુ કરવામાં આવી છે.ટીમની મુલાકાત દરમિયાન પાંચ સગર્ભાઓ પણ મળી આવી છે અને તેઓ પણ કુપોષિત છે કે કેમ અને હોય તો તેમના પોષણ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.કેટલાક પરિવારો પાસે જરુરી દસ્તાવેજો ન હોવાથી તેમને સરકારી યોજનાઓના લાભ મળી શક્તા નથી.જેથી તેવા પરિવારોને રેશનકાર્ડ, આધાર કાર્ડ કે આયુષ્માન યોજનાના કાર્ડ મળી રહે તેના માટે પણ સુચના આપી તેની ત્વરિત વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે તેનું ઘનિેષ્ઠ આયોજન પણ કરવામાં આવ્યુ છે.પાંચ સગર્ભાઓ પૈકી એક સગર્ભાને તેની પ્રસુતિ સુધીની દેખરેખ માટે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્ર સોનીએ તેમને દત્તક લીધા છે.જેથી આ સગર્ભાને અનાજ તેમજ સારવાર માટેની જવાબદારી તેમણે સ્વીકારી લીધી છે.
આમ ગરીબ પરિવારો કેવી રીતે આત્મ નિર્ભર બને તેમજ ભિક્ષા વૃત્તિમાંથી પોતાના બાળકોને પણ બચાવી લઇ તેમને શિક્ષિત કરે તે દિશામાં બાળ કલ્યાણ સમિતિએ આજે નક્કર કામગીરીની શરુઆત કરી છે.
મયુર રાઠોડ, મેનેજીંગ એડિટર

સંબંધિત પોસ્ટ

દાહોદ જિલ્લા પંચાયત ખાતે 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ: પ્રમુખ શીતલ કુમારી વાઘેલાએ તિરંગો લહેરાવી સલામી આપી

Panchayat Samachar24

લીમખેડા તાલુકાના વલુંડી ગામે રોડ પર ઉભેલી ટ્રકની પાછળ પીકઅપ અથડાતા સર્જાયેલ અકસ્માતમાં પીકઅપ માં સવાર ત્રણ વ્યકિતઓ ઈજાગ્રસ્ત: એક આધેડ મુસાફરનું ઘટના સ્થળે મોત નિપજ્યુ

Panchayat Samachar24

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો: કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર ના પરિવારને વળતર ચૂકવી ઉપકાર નથી કરતી સરકાર: અરજી નથી કરી શક્યા તેમને શોધીને વળતર ચૂકવોઃ સુપ્રીમ કોર્ટ

Panchayat Samachar24

ગરબાડા તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ની કચેરી મા આવેલ ગોડાઉન માંથી કીડા પડેલા બિનઆરોગ્યપ્રદ બાળભોગ ના 200 પેકેટ મળતા ખળભળાટ

Panchayat Samachar24

વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત લીમખેડાની સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો

Panchayat Samachar24

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તંત્ર સંપુર્ણ સજ્જ: ભાવિક ભકતો માટે શું કરાઇ છે વ્યવસ્થા..જાણો..!

Panchayat Samachar24