ખેતરે જવા નીકળેલા નગરાળાના અંજુબેન પરમાર ઘરે પરત ન ફર્યા
ડેસ્ક પંચાયત સમાચાર૨૪. તા.૨૭
દાહોદનાં નગરાળા ગામનાં ખેડા ફળીયાના અંજુબેન પરમાર ગુમ થયા છે. દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગત મુજબ તેઓ ગત તા. ૧૨ સપ્ટેમ્બરનાં રોજ બપોરે ઘરેથી ખેતરમાં ઘાસ લેવા જાઉં છું કહીને નીકળ્યા હતા પરંતુ પરત ફર્યા નથી. તેમની ઉંમર ૧૯ વર્ષ છે. શરીરે મજબુત બાંધાનાં, ઘઉંવર્ણા, લંબગોળ ચહેરો અને કાળા વાળ છે. તેમજ કાળા રંગનો ડ્રેસ પહેર્યો હતો. તેઓ ધોરણ ૮ સુધી ભણ્યા છે અને ગુજરાતી તેમજ હિન્દી ભાષા જાણે છે. ગુમ થનાર વિશે કોઇ પણ માહિતી મળે તો દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના ફોન નં. ૦૨૬૭૩-૨૪૪૯૦૦ તેમજ મોબાઇલ નં. ૯૧૦૬૫ ૪૪૭૮૭ ઉપર જાણ કરવી. દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ શ્રી એમ.એફ. ડામોરે એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.