ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામે મંગળવારની રાતના રોજ મંદિરના છત પર ઊંઘી રહેલા યુવક પર દીપડાએ હુમલો કરીને મોત નિપજાવ્યું હતું. ઘટનાની જાણ થતા વનવિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે મારણ સાથે પાંજરૂ મુક્યું હતું. જેમાં દીપડાને પુરવામા વનવિભાગને સફળતા મળી હતી.
ધાનપુર તાલુકામાં કુદાવાડા ગામના સીમાડા પર ડુંગરની નીચે કુદરતી ઝરણું સતત વહે છે. આ ઝરણાં પર વન્યપ્રાણીઓ તરસ મિટાવે છે. ઝરણાની લગોલગ મહાદેવ અને ગાયત્રી મંદિર આવેલું છે ત્યારે કોઠારીયાના ગાયત્રી સાધકને વન્ય પ્રાણીએ ફાડી ખાતા ચકચાર મચી હતી. વિસામા ઘરના છત પરથી વિકૃત હાલતમાં તેની લાશ મળતા તેની ઈજાને ધ્યાનમાં લઈને વનવિભાગ વન્ય પ્રાણીના હુમલામાં મોત થયાનું જાણવા મળ્યું હતું .
ધાનપુર વનવિભાગ દ્વારા આ કુદરતી ઝરણા પર મારણ સાથે પાંજરુ ગોઠવ્યુ હતું. ગોઠવેલા પાંજરામાં દીપડો પાંજરામાં કેદ થયો હતો. દીપડાનું વનવિભાગ આર એફ ઓ આર.બી.ચૌહાણ અને સ્ટાફ રેસ્ક્યુ કરીને પાવાગઢ ખાતે આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો.