Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદાહોદલીમખેડા

લીમખેડાના ઉમેદપુરા થી મરતોલી જતા પગપાળા સંઘને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા

  • ઉમેદપુરા થી મરતોલી જતા પગપાળા સંઘને પ્રસ્થાન કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ.
  • 52 ગજની ધજા સાથે રુદણ અને મરતોલી જવા રવાના થયા.
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.17
લીમખેડા તાલુકાના ઉમેદપુરા થી રુદણ મરતોલી દર્શનાર્થે પગપાળા સંઘ રવાના થયો હતો જેઓને જિલ્લા પંચાયત પ્રમુખ સહિત તાલુકાના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું જેઓ 52 ગજ ની ધજા લઇ ને રવાના થયા હતા.

લીમખેડા તાલુકાના ઉમેદપુરા થી રૂદણ,મરતોલી માતાજી ના દર્શન માટે ભક્તો રથ લઈને પગપાળા જવા નીકળ્યા હતા. રવિવારના રોજ સવારે પ્રસ્થાન થયું હતું. માતાજીની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલકુમારી વાઘેલાના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ સરતનભાઈ ચૌહાણ,એપીએમસી ના ચેરમેન ભરતભાઈ, રમેશભાઈ, મેહુલભાઈ ગારી, સહીત સરપંચ ઉપસરપંચ જિલ્લા તાલુકા ના સભ્યો તથા ગ્રામજનો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. પગપાળા જનારા ભક્તો બાવન ગજની ધજા લઈને રવાના થયા હતા જેઓ રુદન અને મરતોલી માં માતાજીના દર્શન કરી ધજા અર્પણ કરશે. પદયાત્રીઓને ઉપસ્થિત રહેનાર મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

સંબંધિત પોસ્ટ

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પંચાયતની સલરા સીટના જીલ્લા સભ્ય શ્રીમતિ શાંતાબેન મુકેશભાઈ પારગીની સરાહનીય કામગીરી: પોલીસ ભર્તી મા ફિઝિકલ ટેસ્ટ પાસ કરેલ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે વિના મુલ્યે પુસ્તકોનુ વિતરણ કરાયુ

Panchayat Samachar24

દાહોદ જીલ્લાના ખેડુતો માટે કરોડો રુપિયાની યોજનાનુ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી: રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામા આવ્યો

Panchayat Samachar24

ફતેપુરામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દુર કરવામાં ગ્રામ પંચાયત નિષ્ફળ જતા ગ્રામજનોએ મુખ્યમંત્રીને રજુઆત કરતુ આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરતા પંથકમાં ખળભળાટ

ફતેપુરા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની આશંકા!: અસ્તિત્વ વિનાના ડમ્પિંગ યાર્ડની સફાઈના નામે 41,000નું બિલ! નાગરિકોમાં તપાસની માંગ

Panchayat Samachar24

સમાજવાદી પાર્ટીને ભાજપે આપ્યો મોટો ઝટકો: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપનો ભગવો ધારણ કરી શકે છે!

Panchayat Samachar24