આદિવાસી વિસ્તારોમા લોકો બાળકોના શિક્ષણ અંગે પ્રેરણા આપવાનો હેતુ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.13
દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ પત્રને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવીને સરકારી અધિકારીઓ મા નવો ચીલો ચીતર્યો છે. દાહોદ નજીક આવેલા છાપરી ગામની આંગણવાડીમાં ડીડીઓ પુત્રને પ્રવેશ અપાવતી વેળા તેઓ એક અધિકારી તરીકે નહીં પણ સામાન્ય વાલી તરીકે ગયા હતા. તેમની એ જ લાગણી અલગ અધિકારી તરીકે તારવે છે.
આમ તો સનદી અધિકારીઓના ઘણા પ્રજાભિમુખ વહિવટ અને નિર્ણયોની ચર્ચાઓ લોકો વચ્ચે થતી રહે છે પણ આઈ.એ.એસ. અધિકારી પોતાના બાળકને સરકારી આંગણવાડી કે શાળામાં ભણવા માટે મુકે તે બહુ ઓછુ જોવા મળે છે. દાહોદ જિલ્લાને ઘણા જ ઓછા એવા અધિકારીઓ સાંપડ્યા છે. જેમાં ડીડીઓ નેહાકુમારીનું નામ પણ ઉમેરાયું છે.
આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લા પ્રત્યેની તેમની લાગણી જગજાહેર છે પણ તેની સાથે આદિવાસી લોકો પ્રત્યેનું પોતાનાપણું અને લગાવ પણ જાણીતો છે. જિલ્લાના વિકાસકામોને તેમણે નવી રાહ અને દિશા આપી છે. તે સાથે તેમણે દીકરાને છાપરી ની આંગણવાડીમાં પ્રવેશ અપાવીને કર્મભૂમિનું જાણે ઋણ અદા કરવાની નેમ લીધી હોય તેમ જણાય છે. એક ક્લાસ-વન અધિકારી જો પોતાના બાળકને સરકારી આંગણવાડીમાં ભણાવે તો એના શિક્ષણનું સ્ટાન્ડર્ડ ચોક્કસ વધે છે. સરકારી સંસ્થાઓ પરનો તેમનો વિશ્વાસ દર્શાવે છે.
પુત્રને સરકારી આગણવાડીમા દાખલ કરવા બાબતે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી જણાવ્યુ હતુ કે, શિક્ષણ એ દાહોદ જિલ્લાની પાયાની જરૂરિયાત છે. અહીંના મહેનતકશ આદિવાસી પરિવારોમાં શિક્ષણ પ્રત્યે વધુ જાગૃકતા આવે એ જ માત્ર આશય છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત પાયાના શિક્ષણ માટે આંગણવાડીનો સમાવેશ થયેલ છે. જેથી મે મારા દીકરાને આંગણવાડીમાં પ્રવેશ અપાવી અન્ય લોકો પણ આ બાબતે પ્રેરણા મળે તે હેતુ છે તેમ જણાવ્યુ હતુ.