ઘોડાવડલી ફળિયામાં રાત્રીના સમયે બાળક મૂકી અજાણી વ્યકિત ફરાર
Advertisement
બાળકને ઝાયડ્સ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યુ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.23
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાંસીયા ગામના ઘોડાવડલી ફળિયામાં ગત મોડી રાત્રે અજાણ્યો ઈસમ બાળકને મૂકી ફરાર થઈ ગયો હતો, રાત્રીના અંધકાર ભર્યા સુમસામ શાત વાતાવરણ મા બાળકના રડવાનો અવાજ સંભળાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોએ આ બિનવારસી મળી આવેલ બાળકની જાણ સંજેલી પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બિનવારસી બાળકનો કબજો લઈ સંજેલી સરકારી દવાખાને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામા આવ્યું હતું, બાળકની પ્રાથમિક સારવાર બાદ બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે દાહોદ ની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયુ હતું, સંજેલી પોલીસે બિનવારસી મળી આવેલ બાળક મામલે ફરિયાદ દાખલ કરી બિનવારસી બાળક ક્યાંનું છે? તેને કોણ તરછોડી ગયુ છે? તેની માતા કોણ છે? તે અંગે ઝીણવટભરી તપાસ શરુ કરી છે.