દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામના લાકડાના પીઠા વિસ્તારમાં આવેલા ભાજપના દિગ્ગજ નેતા, એપીએમસી ચેરમેન અને ઘનશ્યામ હોટલના માલિકના બંગલે રાત્રીના સમયે ચોરી કરવાના ઈરાદે સાત જેટલા લૂંટારુઓ ત્રાટક્યા હતાર, લૂંટારુઓ મોઢા પર રુમાલ બાધી તેમજ ચડ્ડી-બનીયાન ધારી સાત જેટલા અજાણ્યા લૂંટારુઓ કે જેઓ આદિવાસી જેવી ભીલોડી ભાષા બોલતા ધાડપાડુઓએ મકાનમાં ઘુસી મકાન માલિક ને બાનમા લઈ લાકડીનો માર મારી ઘરના અન્ય સભ્યોને ધાક ધમકીઓ આપી બાનમાં લઈ ઘરના સભ્યોએ પહેરેલા સોના ચાંદીના દાગીના તથા તિજોરીઓ માં મુકેલ સોના ચાંદીના દાગીના ઘડિયાળ મોબાઇલ તથા રોકડ મળી કુલ રૂપિયા ૩૧,૬૨,૦૦૦ / – ની મતાની સનસનાટી ભરી લૂંટ કરી ફરાર થઈ જતા લૂંટની આ સમગ્ર ઘટના ઘરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
મળતી માહિતી મુજબ દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામે પીઠા વિસ્તારમાં રહેતા અને ભાજપના અગ્રણી કાર્યકર , એપીએમસીના ચેરમેન અને ઘનશ્યામ હોટલના માલિક ભરતભાઈ રણછોડભાઈ ભરવાડ તારીખ- ૨૯-૯-૨૦૨૧ ના રોજ રાતે હોટેલેથી આવી જમી પરવારી પોતાના ઘરમાં પરિવારજનો સાથે નિંદર માણી રહ્યા હતા તે દરમિયાન મધ્યરાત્રી ના પોણા ત્રણ વાગ્યાના અરસામા ચોરી કરવાના મક્કમ ઈરાદે લાકડીઓ તથા લોખંડની કોસ સાથે આવેલા ચડ્ડી પહેરેલ આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉંમરના આદિવાસી ભીલોડી ભાષા બોલતા આશરે સાત જેટલા અજાણ્યા બુકાનીધારી લૂંટારું હોય ભરતભાઈ રણછોડભાઈ ભરવાડના ઘરને નિશાન બનાવી પોતાનો કસબ અજમાવી અંદરથી બંધ એવા ઘરના દરવાજાને તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા અને ભરતભાઈ ભરવાડ ને લાકડીઓ વડે પગ પર માર મારી ઈજાઓ પહોંચાડી હતી તે વખતે મીઠી નીંદર માણી રહેલા ઘરના અન્ય સભ્યો જાગી જતા તેઓને પણ લૂંટારુંઓએ ધાક – ધમકી આપી બાનમાં લઈ તેઓએ પહેલા સોના ચાંદીના દાગીના તથા ઘરમાં ની તિજોરીઓ ખોલી તેમાં મુકેલ સોના ચાંદીના દાગીના ઘડિયાળ મોબાઇલ તથા રોકડ રકમ વગેરે મળી કુલ રૂપિયા ૩૧.૬૨ લાખની મતાની સનસનાટી ભરી લૂંટ કરી લુટાઓ ફરાર થઈ ગયા હતા.
સનસનાટી ભરી આ લૂંટની સમગ્ર ઘટના ભરતભાઇ ભરવાડના ઘરે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં જ આસપાસમાં રહેતા લોકો રાતે દોડી આવ્યા હતા પરંતુ તે પહેલાં જ લૂંટાઓ પોતાના કામને અંજામ આપી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ કરાતા જ પીપલોદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ઘટના સ્થળનું પંચનામુ કરી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી લૂંટારુંઓ સુધી પહોંચવા સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે લુંટાઓના માર અને લૂંટનો ભોગ બનેલ પચેલા ગામના ભરતભાઈ રણછોડભાઈ ભરવાડે નોંધાવેલી ફરિયાદના આધારે પિપલોદ પોલીસે ધાડ લૂંટનો ગુનો નોંધી ડોગ સ્કવોડ તથા એફ.એસ.એલ.ની માગણી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે . જે કે ઘટનાને કલાકો બાદ ગુનો દાખલ કરાતા ધાડપાડુઓ સલામત સ્થળે પહોંચી ગયા હોય પોલીસ હાથ ઘસતી રહી ગઈ હતી. ત્યારે પીપલોદ પોલીસ સ્ટેશન થી અંદાજીત 500 મીટર દૂર લૂંટારુઓ લાખ્ખો રુપીયાની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ઉઠ્યા છે,