Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચારદેવગઢ બારીયા

દેવગઢ બારીઆ નગરના ઐતિહાસિક ટાવરનું રિનોવેશન બાદ નગર પાલિકા પ્રમુખ ડો. ચાર્મી સોની દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ

  • ચોમાસામાં આકાસી વીજળી પડતાં ટાવરના ઘુમ્મટ નુકશાન થયું હતું
  • ટાવરના લાકાર્પણ બાદ લાઇટિંંગ શો યોજવામાં આવ્યો
  • Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.09
દેવગઢ બારિયા નગરમાં પેન્ડ્યુલીયમ ઘડીયાલ સાથેનો 1919માં નિર્માણ થયેલો ઐતિહાસિક ટાવર આવેલો છે. આ ટાવર પર વિજળી પડતાં તેના ઘુમ્મટને નુકસાન થયું હતું. જે નુકસાન થયેલ ઘુમ્મટ નુ રીપેરીંગ કરી આખા ટાવરને કલર કામ કરી ફરીથી કાર્યરત કરવામા આવ્યો  હતો. દિવાળીના દિવસે ટાવરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
દેવગઢ બારિયા નગરમાં આવેલા ઐતિહાસિક ટાવરના આ વર્ષે 22 સપ્ટેમ્બરે વિજળી પડતાં ઘુમ્મટ ખંડિત થયો હતો. ઉંચાઇ તથા ચુનાનું ચણતર હોવાના કારણે રિનોવેશન માટે તેના કારીગરો મળવા ખુબ મુશ્કેલ હતા. આ બાબતે નગરપાલિકા પ્રમુખ ડો.ચાર્મીબેન નીલ સોની દ્વારા દિવાળી પહેલા આ ટાવરને ફરી શરૂ કરવાની ખાતરી અપાઇ હતી. જેથી દેવગઢ બારિયાના અમદાવાદમાં કામ કરતાં મુસ્તાકભાઇ શેખ દ્વારા તેના ખાસ પ્રકારના કારીગરો બોલાવી પાલખ બાંધી 110 ફુટ ઉંચા ટાવરનું ઘુમ્મટનું રીપેરીંગ કરી તેને કલરકામ કરાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ ટાવરની પાસે ‘આઇ લવ દેવગઢ બારિયા’નું સીમ્બોલ મુકવામાં આવ્યું હતું. આ બન્ને વસ્તુનું લોકાર્પણ નગરપાલિકા પ્રમુખ ડો. ચાર્મીબેન નીલ સોની, ઉપપ્રમુખ ગૌરાંગભાઇ પંડ્યા તથા સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લાકાર્પણ બાદ લાઇટીંગ શો યોજવામાં આવ્યો હતો. અને લોકોએ ખુબ ભારે મોટી સંખ્યામાં આ શો નિહાળ્યો હતો અને આતશબાજી પણ કરવામાં આવી હતી. આમ દેવગઢ બારિયા નગરને ઐતિહાસિક ટાવરની લાઇટીંગ અને રંગરોગાનની ભેંટ નગરજનોને મળી હતી.

સંબંધિત પોસ્ટ

ગુજરાત સરકારના 4 સનદી અધિકારીઓની બદલીના આદેશ: આણંદના કલેકટર તરીકે પ્રવીણ ચૌધરીની નિમણુંક, મનીષ ભારદ્વાજને મળી મહત્વની જવાબદારી

Panchayat Samachar24

ગુજરાત રાજ્ય મહિલા આયોગે લીમખેડાના Dy.SP ડો.કાનન દેસાઈને શક્તિ એવોર્ડથી કર્યા સન્માનિત

Panchayat Samachar24

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

Panchayat Samachar24

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ મા ૫૯૬ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરાયુ: પ્રથમ ડોઝ લેનારની સંખ્યા ૧૪.૪૫ લાખને પાર, જીલ્લાના ૯૩.૩૮ ટકા લોકોએ વેક્સિન લીધી

Panchayat Samachar24

લીમખેડા માં કોરોના સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ દિવસનુ સંપુર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું : શુક્ર-શનિ-રવિ બજારો સજ્જડ બંધ રહેશે

Panchayat Samachar24

કતવારાના મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર: બે વર્ષના માસુમ બાળકે માતાનું છત્ર ગુમાવ્યું: સાત વર્ષ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન

Panchayat Samachar24