Panchayat Samachar24
Breaking News
ગુજરાતતાજા સમાચાર

સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર દબાણ થાય તો જે તે સર્કલ ઓફિસર અને મામલતદારની જવાબદારી નક્કી કરતો પરિપત્ર મહેસૂલ વિભાગ દ્વારા બહાર પડાયો

  • સરકારી જમીનમાં ધાર્મિક દબાણ થાય તો મામલતદાર-સર્કલની જવાબદારી ફિક્સ
  • સરકારી જમીનમાં થયેલા દબાણનું રજિસ્ટ્રર બનાવો: દરેક જિલ્લામાં ટાસ્કફોર્સ બનાવી દબાણ હટાવો, લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ કાર્યવાહી કરવા કલેકટરોને સૂચના
  • Advertisement
  • ઔદ્યોગિક-ધંધાકીય દબાણવાળી જમીનમાં લાઇટ, પાણી અને ગટરના કનેકશન ન મળે તે માટે અલાયદી ટીમ બનાવા મહેસૂલ વિભાગનો પરિપત્ર
ડેસ્ક પંચાયત સમાચાર તા.21
ગુજરાતમાં સરકારી ખુલ્લી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણોનું પ્રમાણ વધી રહ્યાનું સરકારના ધ્યાને આવ્યુ છે. તેમાંય ધાર્મિક પ્રવૃતિઓની ઓથ હેઠળ થતા ગેરકાયદે દબાણના બાંધકામ અટકાવવા મહેસૂલ વિભાગે પરિપત્ર મારફતે તમામ કલેક્ટરોને આદેશો આપ્યા છે. એટલું જ નહી સરકારી જમીનમાં દબાણ અંગે લાપરવાહી રાખનાર જવાબદાર મામલતદાર અને સર્કલ ઇન્સ્પેકટર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં સૂચના આપવામાં આવી છે.

નાયબ સચિવ દેવાયત ભમ્મરની સહીથી પ્રસિધ્ધ પરિપત્રમાં કહેવાયુ છે કે, સરકારી ખુલ્લી જમીનોમાં ધાર્મિક પ્રવૃતિઓ માટે ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે 11 એપ્રિલ 2022ના રોજ કલેક્ટરોને સુચના અપાઈ હતી. મહાનગરોમાં મ્યુનિ. કમિશનર અને જિલ્લાઓમાં કલેક્ટરોની અધ્યક્ષતામાં કાર્યરત ટાસ્ક ફોર્સને ફરીથી સુચના અપાવમાં આવે છે કે, જ્યાં પણ દબાણ થયુ હોય તેવા કેસો અલગ તારવીને લેન્ડ ગેબિંગ એક્ટ હેછળ કાર્યવાહી કરીને જમીનોને ખુલ્લી કરવામાં આવે.
જે તે અધિકારીના વિસ્તારમાં આવતી ખુલ્લી જમીનોની વિડિયોગ્રાફી કરવી તેમજ ત્યાર બાદ આવી જમીનનોમાં કોઇ જાતના દબાણ ન થાય તે માટે તાર અને ફેંસીંગ કરવી. આ ખુલ્લી જમીનો અંગે થયેલ વિડિયોગ્રાફીની વિગતો ધ્યાનમાં રાખી સમયાંતરે કલેકટર કક્ષાએથી ચકાસણી કરવામાં આવે અને ઇન્સપેક્શન દરમિયાન નવું દબાણ ધ્યાનમાં આવે તો તે માટે સર્કલ ઇન્સપેકટર અને મામલતદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા તમામ કલેકટરોને તાકિદ કરવામાં આવી છે. એટલુ જ નહિ, જો સરકારી જમીનમાં જે વ્યક્તિએ ઔદ્યોગિક-ધંધાકિય દબાણ કર્યુ તો તેણે લાઇટ, પીવાના પાણી અને ગટરના જોડાણ ન મળે તેવી વ્યવસ્થા ગોઠવા કલેકટરે સંબધીત વિભાગના તમામ અધિકારીઓ સાથે બેઠક કરી સૂચના આપવી એટલુ જ નહિ, આ દિશામાં નકકર કાર્યવાહી થાય તેવા પગલા ભરવા. એટલુ જ નહિ, ખુલ્લી જમીનોની જાળવણી કરવાની જવાબદારી દરેક મહેસૂલી અધિકારીઓને સર્વે નંબર સહિત નામજોગ કરાય.
જેથી તેમાં નિષ્ફળ રહેનારા અધિકારી કર્મચારીની જવાબદારી નક્કી કરીને તેમની સામે શિસ્તવિષયક કાર્યવાહી કરી શકાય. આ પ્રકારની કામગીરીનો દર મહિને રિપોર્ટ તૈયાર કરીને સરકારને ફરજીયાત મોકલવા આદેશ કરાયો છે. એટલુ જ નહી, ખુલ્લી સરકારી જમીનમાં વિડિયોગ્રાફી કરીને દબાણ અટકાવવા તારફેન્સિંગ કરીને સુરક્ષિત કરવા, સમયાંતરે તેનું ઈન્સ્પેક્શન કરવા પણ ઉક્ત પરિપત્ર મારફતે તમામ જિલ્લા કલેક્ટરો. મ્યુનિ. કમિશનરોને સુચના આપવામાં આવી છે.

સંબંધિત પોસ્ટ

દેવગઢ બારીઆના ધારાસભ્ય અને મંત્રી બચુભાઈ ખાબડ: વિકાસનો ડંકો, અડગ વિજય અને રાજકીય ષડયંત્રો સામે અડીખમ નેતૃત્વ

Panchayat Samachar24

દાહોદના કતવારા નજીક હાઈવે રોડ પર તબીબે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: અકસ્માતમા યુવાન તબીબનુ મોત નિપજતા તબીબ આલમમા ઘેરા શોકની લાગણી ફેલાઈ

Panchayat Samachar24

ફતેપુરા મામલતદાર કચેરીમાં અરજદારોની લાંબી કતારો સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા: કોરોના સંક્રમણ ફેલાવાની ભીતી 

Panchayat Samachar24

લીમખેડા ગ્રામ પંચાયત ચૂંટણી: નિરસતા વચ્ચે રસપ્રદ બનશે ચૂંટણી, પ્રજાપતિ-ભરવાડ સમાજની ચાલ પર સૌની નજર: ગ્રામજનોમાં ઉત્સાહનો અભાવ, સરપંચના ઉમેદવારોને વોર્ડ સભ્યો શોધવામાં મુશ્કેલી, 22 જૂને મતદાન

Panchayat Samachar24

સીંગવડ તાલુકાના મેથાણ ગામે ઝાડ પર લટકેલી હાલતમાં ૪૫ વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર

Panchayat Samachar24

નશાની હાલતમાં યુવકે પ્લેનનો ઈમરજન્સી ગેટ ખોલવાનો કર્યો પ્રયાસ, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

Panchayat Samachar24