આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દાહોદ જિલ્લામાં પત્રકારો સાથે પ્રેસ પરિસંવાદ યોજાશે
વક્તા સુશ્રી ઇલાબેન દેસાઇ, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી તથા જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી હિતેશ જોયસર વકતવ્ય આપશે
Advertisement
ડેસ્ક પંચાયત સમાચાર24 તા.21
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે માહિતી નિયામકશ્રીની કચેરી અને પ્રેસ અકાદમી, ગાંધીનગર તથા દાહોદ જિલ્લા માહિતી કચેરી દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય સંગ્રામમાં દાહોદ જિલ્લાનું યોગદાન વિષયક પ્રેસ પરિસંવાદનું આગામી તા. ૨૩ સપ્ટેમ્બર ને ગુરુવારે આયોજન કરવામાં આવ્યું છે. દાહોદનાં સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતેના સભાખંડમાં સવારે ૧૦ વાગ્યાથી આ કાર્યક્રમ યોજાશે. જેમાં જાણીતા વક્તા સુશ્રી ઇલાબેન દેસાઇ આઝાદીના સંગ્રામમાં દાહોદ જિલ્લાનાં યોગદાન વિશે વાત કરશે.
આ પરિસંવાદનાં અધ્યક્ષ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી આઝાદી કા અમૃત મહોત્સવનું મહાત્મ્ય જણાવશે અને જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર પણ આઝાદી અને સ્વયંશિસ્ત વિષય વક્તવ્ય આપશે. આઝાદીના સંગ્રામમાં દાહોદ જિલ્લાના યોગદાન વિશે સુશ્રી ઇલાબેન વિગતવાર વાત કરશે. સુશ્રી ઇલાબેન મહિલા અધ્યાપન મંદિરમાં આચાર્યા તરીકે ફરજ બજાવી છે. તેણી સ્વાતંત્ર્ય સેનાની પરિવારમાંથી આવે છે. તેમણે મહિલા શિક્ષણનાં ક્ષેત્રમાં નોંધનીય યોગદાન આપ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આઝાદીનાં ૭૫ વર્ષ પૂરા થતાં દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેના ભાગરૂપે દાહોદ જિલ્લાનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન વિશે ખાસ આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.