Panchayat Samachar24
Breaking News
તાજા સમાચારદાહોદ

દાહોદ શહેર સહિત જીલ્લામા રોડ નજીક ગેરકાયદેસર રીતે ધમધમતી નોનવેજની હાટડીઓ : તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહીની ઉઠી લોકમાંગ

  • રોડ નજીક ગેરકાયદેસર રીતે ધમધમતી નોનવેજ હાટડીઓ
  • રોડ નજીક નોનવેજની લારીઓના કારણે ટ્રાફિક જામની સમસ્યામા વધારો
  • Advertisement
  • તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તે જરુરી બન્યુ
ડેસ્ક પંચાયત સમાચાર24, તા.16
ગુજરાતના મોટા શહેરોમાં માંસ મટન અને ઈંડાની લારીઓ જાહેર રોડ નજીકથી દુર કરવાના આદેશો કરવામા આવ્યા છે, રોડની નજીકની નોનવેજ બનાવતી ઉડતા વઘારની અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે. ત્યારે સરકારી તંત્ર હાલમાં એલર્ટ બન્યું છે  ત્યારે દાહોદ શહેર સહિત જીલ્લાના તાલુકાઓમા તંત્ર દ્વારા તપાસ કરી આવી મટન, ઈંડાની લારીઓ જાહેર રસ્તાઓ પરથી દુર કરવાની લોકો ની માંગ ઉઠી છે.
જ્યારે દાહોદ શહેર સહિત તાલુકાઓના ગામડાઓના રોડ ઉપર રોડની નજીકમાં જ માંસ, મટનની હાટડીઓ લગાવી વેચાણ કરી રહ્યા છે,  જ્યારે કેટલીક જગ્યાએ હાઇવે રોડ નજીક માંસને આગમા શેકવાથી ખુબ જ દુર્ગન્ધ આવતી હોય છે, નસકોરા ફાટી જાય તેવી અસહ્ય દુર્ગંધ આવતી હોવાના કારણે જેના કારણે રાહદારીઓને ખુબ જ મુશ્કેલી પડી રહી છે, રોડની નજીક માં જ આ પ્રકારની માંસ મટન ની ધમ ધમતી હાટડીઓ મા દિવસે દિવસે વધારો નોંધાઈ રહ્યો છે, જ્યારે કેટલાક ગામોમા સરકારી જમીન પર દબાણ કરી માંસ મટનની હાટડી શરુ કરવામા આવી છે, તેમ છતા ગ્રામ પંચાયત કે, મામલતદાર દ્વારા આ સરકારી જમીન પરની ગેરકાયદેસર માંસ ની હાટડી બંધ કરાવવામા આવી નથી, તંત્ર દ્વવારા આવી ગેરકાયદેસર હાટડીઓ રોડ નજીક થી હટાવી લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

સંબંધિત પોસ્ટ

અમરેલીમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા

Panchayat Samachar24

દિવાળી ટાંણે સરકારી બાબુઓ સાવધાન: એ.સી.બી. તમને મળતી ભેટ-સોગાદો પર રાખી રહયું છે બાજ નજર

Panchayat Samachar24

દાહોદ જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતની બેઠકોની યોજાયેલ પેટા ચુંટણીમાં બે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી: એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા

Panchayat Samachar24

દાહોદનાં નગરાળા ગામની મહિલા અંજુબેન પરમાર ખેતરે જવા નિકળ્યા બાદ ઘરે પરત ન ફર્યા: કોઈને જાણ મળે તો દાહોદ પોલીસને આ ફોન નંબર ૦૨૬૭૩-૨૪૪૯૦૦ પર જાણ કરો

Panchayat Samachar24

લીમડી થી ચાકલીયા રોડ પર મલવાસી ગામ નજીક તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હોમગાર્ડ જવાનની કરપીણ હત્યા: ઘટનાને પગલે લીમડી પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ

Panchayat Samachar24

દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૦૯ તાલુકા તેમજ ત્રણ શહેરના સેવાદળ ના પ્રમુખની વરણી કરાઈ